રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા31 મે, 2025| Super Admin

રાજસ્થાન થી થરાદ જીવના જોખમે મુસાફરી; પોલીસના આંખ આડા કાન

રાજસ્થાન થી થરાદ જીવના જોખમે મુસાફરી; પોલીસના આંખ આડા કાન
થરાદ તાલુકો એ રાજસ્થાનની બોર્ડરની અડીને આવેલો તાલુકો છે. જ્યાં સાંચોર, બાડમેર જેવા તાલુકાઓ નજીક આવેલા હોવાથી થરાદ તાલુકો સામાજીક રીતે રાજસ્થાન સાથે જોડાયેલો છે. આથી મુસાફરોની અવર જવર માટે સરકારી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો સાથે સાથે રાજસ્થાનની ખાનગી બસો પણ રાજસ્થાનથી મુસાફરો ભરીને રોજેરોજ થરાદ તરફ આવે છે. પરંતુ આ ખાનગી બસોના ડ્રાઈવર અને કંડકટર પૈસાની લાલચે બસમાં બેઠકની ક્ષમતા હોય છે તેનાથી બે ઘણા મુસાફરો બસમાં બેસાડે છે તો કેટલાક મુસાફરોને બસમાં ઊભા રાખી તેમજ બસની છત ઉપર પણ બેસાડી મુસાફરના જીવન જોખમમાં મુકી રહ્યા છે. થરાદ ચાર રસ્તા અને સરકારી હોસ્પિટલની આગળ સર્કલમાં આ તમામ બસો ઊભી રહેતી હોય છે. જોકે ત્યાં પોલીસના પોઇન્ટ મૂકેલા છે પરંતુ ટ્રાફિક પોલીસ આ મામલે આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી કરતા ન હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. પરિવહન ક્ષેત્રે સામાન્ય પ્રજાને સુવિધા પુરી પાડવામાં તંત્ર કેટલું વમણું પુરવાર થઇ રહ્યું છે જેનો વરવો પુરાવો નજરે પડે છે. રાજસ્થાનના સાંચોર, બાડમેર તરફની ખાનગી લકઝરી બસોમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમીમાં શ્રમજીવી અને વિર્ધાથીઓને બસોની છતો પર મુસાફરી કરવી પડી રહી છે તંત્રની મિલીભગત અને રહેમ નજર હેઠળ બેખોફ અને બેરોકટોક રીતે આરટીઓના નિયમોને તોડી મરોડી નેશનલ હાઇવે પર ચાલતી ખાનગી લકઝરી બસોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બસની અંદર અને એટલા જ મુસાફરો બસની છત ઉપર બેસાડી જીવના જોખમે બેસાડવામાં આવે છે.

સંબંધિત સમાચાર