ટ્રાફિક પોલીસનું કામ ટ્રાફિક નિયમન કરવાનું હોય છે. પરંતુ પાલનપુર શહેરમાં ટ્રાફિક નિયમનનું પાલન કરાવતાં ટ્રાફિક કર્મચારીઓએ રાહદારીની પડી ગયેલ બેગ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાલનપુરના હર્દ સોલંકી સવારે એક્ટિવા લઈને શ્રી આર્કેડમાં આવેલ એમની દુકાને જઈ રહ્યાં હતાં.તે દરમિયાન તેમની બેગ એક્ટિવા પરથી પડી ગઈ હતી.જે બેગમાં એપલનું આઇપેડ,ચાર બેંકની ચેકબુક,અને જરૂરી ડોક્યુમેન્ટ હતાં.જ્યાં પાલનપુર એરોમાં સર્કલ ઉપર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. દિનેશભાઈ, પી.સી. મહેશદાન અને ટી.આર.બી. જવાન પ્રકાશભાઈએ ત્રણેય કર્મચારીઓ ફરજ પર હતા. તે દરમિયાન બેગ જાહેર માર્ગ પર પડેલી મળી હતી.જેથી તેઓએ મૂળ માલિકનો સંપર્ક કરીને બેગ પરત કરીને પોતાની માનવતા દર્શાવી હતી.ટ્રાફિક પોલીસની માનવતા ભરી આ સરાહનીય કામગીરીને સૌએ બિરદાવી હતી.
પાલનપુરમાં એક્ટિવા ઉપરથી પડી ગયેલ વેપારીની બેગ ટ્રાફિક પોલીસે પરત કરી

ટેગ્સ:#Palanpur#Public Service#Traffic Regulation#Community Appreciation#Traffic Police#Activa#Bag Return#Humanity in Service#Shree Arcade#Apple iPad#Bank Checkbooks
સંબંધિત સમાચાર
બનાસકાંઠાદાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપનું શાસન, નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ લીધો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી પોલીસે છ વર્ષથી નાસતો ફરતો ખૂનનો આરોપી ઝડપી પડ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાઉત્તર ગુજરાત વીજ કંપનીનો છબરડો ચિત્રાસણીમાં વીજ ધારકને રૂ.1.06 લાખનું તોતિંગ વીજ બિલ ફટકાર્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો
1 દિવસ પહેલા
