રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગરમીનો પારો ઊંચકાતા શહેરોમાં બપોરના સુમારે રસ્તા પર ટ્રાફિક ઘટયો

ગરમીનો પારો ઊંચકાતા શહેરોમાં બપોરના સુમારે રસ્તા પર ટ્રાફિક ઘટયો
ઉનાળાની ઋતુનો પ્રારંભ થયા બાદ બીજીવાર ગરમીનો પારો ૪૦ ડીગ્રીને પાર કરી જતાં અંગદઝાડતી ગરમીથી લોકો તોબા પોકારી ગયા ઉઠ્યા છે આગ આંકતી ગરમી થી લોકો રાહત મેળવવા છાંયડા નીચે આરામ કરમાવતા અથવા મોંઢા પર કપડુ બાંધી અને બહાર નીકળવાની ફરજ પડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં થોડાક દિવસો અગાઉ આવેલા હવામાનના પલટાના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ગરમીમાંથી પ્રજા ને રાહત મળી હતી પરંતુ ફરી એકવાર ગરમી નો પારો ઉચકાતા હીટવેવ આગાહી વચ્ચે જિલ્લાવાસીઓ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. જિલ્લામાં ફરી એકવાર એકાએક ગરમીનું પ્રમાણ વધતા શહેરમાં પાણીની પરબ પર લોકો ઠંડા પાણીથી તરસ છીપાવી ગરમીમાં રાહત મેળવી રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધતાં એરકન્ડીશનર સહીતના ઉપકરણોનુ વેચાણ વધ્યુ છે. પશુ પંખીઓ બપોરના સમયે વૃક્ષોની છાંયામાં આશરો લઈ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ રોડ પર અગનજવાળાઓ જોવા મળી રહી છે. તેમજ દિવસ દરમ્યાન બપોરે બાર વાગ્યા થી સાંજના પાંચ વાગ્યાના સમય દરમ્યાન રસ્તાઓ પર ટ્રાફીક નહીવત જોવા મળી રહ્યું છે. સામાન્ય દિવસોમાં જ્યાં ટ્રાફક જામના દ્રશ્યો જોવા મળતા હતાં. ત્યાં ગરમીના પ્રકોપને કારણે નહીવત ટ્રાફીક જોવા મળ્યું હતુ. તેમજ સરકારી કામકાજ અર્થે આવેલા લોકો પણ બગીગામાં વૃક્ષોના છાંયડા નીચે આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે તેમજ બજારમાં શાકભાજીની રેંકડી સહીતના લારીઓ વાળાઓ તાડપત્રીની છત્રી બનાવી ગરમીથી બચવાનો ઉપાય કરી રહ્યા છે. બજારમાં ઠંડા પીણા અને જયુસ સેન્ટરો ધમધમી ઉઠ્યા છે. સાથે બરફની માંગ વધી છે. રાત્રી દરમિયાન પણ તાપમાન ઊંચકાતા ગરમ રાત્રીનો અનુભવ થવા લાગ્યો; બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિ દરમિયાન ફોકાતા પવનોના કારણે ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી પરંતુ ફરીવાર રાત્રિ દરમિયાન પણ તાપમાન નો પારો ઊંચકાતા ધીરે ધીરે ગરમ રાત્રીનો પણ અનુભવ થવા લાગ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર