પાલનપુરના એરોમા સર્કલ પર કેળા ભરેલી ટ્રક પલ્ટી જતાં ટ્રાફિક ચક્કાજામ

પોલીસે જહેમત બાદ ટ્રાફિક હળવો કર્યો; પાલનપુરમાં વાહનોની તેજ રફતારને લઇ રોજ બરોજ નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે.જે વચ્ચે એરોમા સર્કલ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક પલ્ટી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને લઇ દોડી આવેલી પોલીસે મહા મહેનતે ટ્રાફિક હળવો કર્યો હતો.
જિલ્લા મથક પાલનપુરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં એરોમા સર્કલ પર વહેલી સવારે અમદાવાદ હાઇવે પર પસાર થઇ રહેલી એક કેળા ભરેલી ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રોડ સાઈડમાં પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો જેને લઇ હાઇવે બ્લોક થઇ જતા વાહનોની લાંબી કતારો લાગી હતી. જેને લઇ ટ્રાફિક પોલીસ દોડી આવી હતી અને ભારે જહેમતના અંતે ટ્રાફિક પર અંકુશ મેળવ્યો હતો. જેને લઇ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા અનેક વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.
ટેગ્સ:#Palanpur#Traffic jam#Road Safety#Traffic Control#Aroma Circle#Emergency Services#Police Response#Driver Frustration#Truck Accident#Banana-Laden Truck#Ahmedabad Highway#Vehicle Speed Issues#Daily Accidents#Roadblock#Highway Congestion
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
13 કલાક પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
14 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
14 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
