રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભીલડીમાં ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ : બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી

ભીલડીમાં ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ : બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી

ડીસાના ભીલડીમાં ગંજ નાળું અને સોયલા નાળા પાસે ટ્રાફિક નિયમોના પાલન માટે ભીલડી પોલીસે વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન વાહનોમાં ગેરકાયદેસર બ્લેક ફિલ્મ લગાવનારા અને નંબર પ્લેટ વગરના વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ભીલડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ, એન.પી. સોનારા અને પોલીસ સ્ટાફ દ્વારા ભીલડી ના સોયલા નાળા અને ગંજ નાળા પાસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.

પીએસઆઇ એન.પી.સોનારાએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી ભવિષ્યમાં પણ આવી ચેકિંગ ડ્રાઇવ ચાલુ રહેશે. તેમણે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર