રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા19 ઑક્ટોબર, 2025| Super Admin

આવતીકાલે દીપાવલીનુ મહાપર્વ સમગ્ર દેશભરમાં ઉજવાશે

આવતીકાલે દીપાવલીનુ મહાપર્વ સમગ્ર દેશભરમાં ઉજવાશે
ઠેરઠેર રોશની અને આતશબાજીથી વાતાવરણ ખીલી ઉઠશે : મીઠાઈ સહિત વાનગીઓની જયાફત મનાશે ડીસા સહિત જિલ્લાભરમાં પ્રકાશનું પર્વ દિવાળીની આનંદઉલ્લાસભેર ઉજવણી થશે. વર્ષનો સૌથી મોટો ગણાતાં હિન્દૂ તહેવાર દિપોત્સવીના પર્વને લઇ બજારોમાં પણ છેલ્લી ઘડીએ ભારે ભીડ જોવા મળી હતીત્યારે આજે દીવાળી પર્વને લઇ ફટાકડાની આતશબાજી ઘરો દુકાનો અને મંદિરોમાં રોશનીનો ઝગમગાટ સાથે લોકો પણ મીઠાઈની જયાફત માણશે જેને લઇ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દીપોત્સવીના અંતિમ દિવસે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. મંદીની અસર વચ્ચેના શરૂ થયેલા તહેવારોમાં છેલ્લી ઘડીએ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેને લઇ સમગ્ર પર્વ ની રોનક જોવા મળી રહી છે બજારોમાં રેડીમેડ સ્ટોર્સ ગારમેન્ટ ચંપલ શુઝ મીઠાઈઓ સહિત અનેક ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે આજે દિવાળીના પર્વને લઇ ઘરોમાં વિવિધ સજાવટ સાથે નવા વર્ષને પણ આવકારવા લોકો થનગની રહ્યા છે સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓનું દોર શરૂ થયો દીપાવલીના પર્વને લઇ લોકો સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો દોર ચલાવી રહ્યા છે. જેમાં આજે દિપાવલી અને બુધવારે નવા વરસનો લોકો ને મેસેજનો મારો થશે મીની વેકેશનને લઇ ફરવાના સ્થળો પર લોકોની પણ ભારે ભીડ જામશે દીપાવલીના તહેવારને લઇ વેકેશન જોવા મળી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો સહિત ફરવા લાયક સ્થળો પર લોકોની ભારે ભીડ જામવાની શક્યતા રહેલી છે. આ વર્ષ દિવાળી ના તહેવારો તિથિની અસમંજસ વચ્ચે ઉજવણી થઈ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળીની રમા એકાદશીથી શરૂઆત થતી હોય છે. ત્યારે આ વર્ષે રમાએકાદશી અને વાધબારસનો તહેવાર એક સાથે ઉજવાયા ત્યારબાદ ધનતેરસનુ પર્વ શનિવારે મનાવાયુ. ત્યારબાદ કાળીચોદશ રવિવારે અને આવતીકાલે દિવાળીની ઉજવણી થશે. જ્યારે આવતી કાલે પડતર દિવસ અને બુધવારે બેસતુ વર્ષ મનાવવામાં આવશે.    

સંબંધિત સમાચાર