હિંમતનગરના ગાંભોઈ ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલા સિમેન્ટ ભરેલા ટેન્કરને સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા વાહનને કારણે અકસ્માત થયો હતો. ટેન્કર ચાલકે અકસ્માત ટાળવા માટે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર રસ્તાની બાજુમાં આવેલા વીજ થાંભલાને તોડીને ખેતરમાં પલટી ખાઈ ગયું હતું. અકસ્માતમાં ટેન્કર ચાલકને ઈજાઓ થતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા રાઈટ સાઈડમાં નિયમભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા સામે પૂરતી કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. આ ગંભીર અકસ્માત બાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવનારા સામે વધુ કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ટેન્કર ચાલકે અકસ્માત ટાળવા સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ખેતરમાં પલટી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#accident#hospital#driver#tanker#Himmatnagar#avoid#lost control#steering#wheel#overturned#field
સંબંધિત સમાચાર
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
9 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
3 દિવસ પહેલા
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
1 અઠવાડિયા પહેલા
