રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા20 એપ્રિલ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાલનપુર દિલ્હી ગેટ પાસે ત્રણ વાહનોમાં ભીષણ આગ, ભરબજારમાં અફરાતફરીનો માહોલ

પાલનપુર દિલ્હી ગેટ પાસે ત્રણ વાહનોમાં ભીષણ આગ, ભરબજારમાં અફરાતફરીનો માહોલ

પાલનપુર શહેરના દિલ્હીગેટ વિસ્તારમાં એક સાથે ત્રણ વાહનોમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં ભારે અફરા તફરી મચી ગઈ હતી.  પાલનપુરના દિલ્હીગેટ નજીક ખુલ્લામાં પાર્કિંગ કરેલી બે કાર અને એક જીપમાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અને ભારે ગભરાટ ફેલાયો હતો. બજારના ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે થોડીવાર માટે અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. ઘટનાની જાણ થતા પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. 

 જોકે, આગની ઘટના માં સદનસીબે જાનહાની ટળી હતી. પરંતુ ત્રણેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર