રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા21 જૂન, 2025| Super Admin

મહેસાણાના જોટાણા ગામે ત્રણ નકલી જીએસટી અધિકારી ઝડપાયા

મહેસાણાના જોટાણા ગામે ત્રણ નકલી જીએસટી અધિકારી ઝડપાયા

પાંચ વર્ષથી જીએસટી ભર્યું નથી તેમ કપડાંના વેપારી પાસે રૂ.૫ લાખ માંગ્યા; મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં નકલી જીએસટી અધિકારી બનીને આવેલા ત્રણ શખ્સોને સ્થાનિક વેપારીઓએ ઝડપી લીધા છે. આ શખ્સોએ વેપારી પાસેથી ૫ લાખ રૂપિયાની માગણી કરી હતી. મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં ન્યૂ બેસ્ટ પ્રાઈઝ નામની કપડાં અને બૂટની દુકાન ધરાવતા મલેક ઈલિયાસભાઈની દુકાને બે મહિલા અને એક પુરુષ આવ્યા હતા. તેમણે વેપારી પાસે જીએસટી નંબર અને દસ્તાવેજો માગ્યા હતા. આરોપીઓએ વેપારીને છેલ્લા પાંચ વર્ષથી જીએસટી ન ભર્યાનું કહી ૫ લાખ રૂપિયાની માગણી કરી હતી. વળી જો આજે પૈસા નહીં આપે તો ૧૦ લાખનો દંડ ભરવો પડશે તેવી ધમકી પણ આપી હતી. આથી વેપારીને શંકા જતાં સરપંચના પુત્ર સરફરાજે આ લોકો પાસે આઈડી કાર્ડની માગણી કરી હતી. આરોપીઓએ આઈડી કાર્ડ ગાડીમાં હોવાનું કહી બ્લેનો કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અન્ય વેપારીઓએ તેમને પકડી લીધા હતા. પકડાયેલા શખ્સોએ બાદમાં પોતે પત્રકાર હોવાનો દાવો કર્યો હતો અને રિદ્ધિ દવે, પટેલ શર્મિલા તથા ડ્રાઈવર પટેલ કિરણ વિનોદભાઈ તરીકે ઓળખ આપી હતી.તપાસમાં બહાર આવ્યું કે આ ત્રણેય શખ્સો અમદાવાદથી નકલી રેડ પાડવા આવ્યા હતા. વેપારીની ફરિયાદના આધારે સાથલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર