રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં હજારો લિટર પીવાનું પાણી રસ્તા પર વેડફાયું

ડીસામાં હજારો લિટર પીવાનું પાણી રસ્તા પર વેડફાયું
અમૂલ્ય પાણીના વેદફાટથી આમ પ્રજામાં રોષ બનાસકાંઠાના ડીસા શહેરમાં એકતરફ શિયાળાની કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે બીજી તરફ ડીસા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ડીસાના મહારાણા પ્રતાપ ચોકથી રેલ્વે સ્ટેશન ચાર રસ્તા તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલ હરિઓમ શાળા પાસે પીવાની પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. ​હરિઓમ સ્કૂલ પાસે આવેલા ઢાળમાં પાણી ભરાઈ રહેવાને કારણે સવારના સમયે શાળાએ જતા નાના બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં હરિઓમ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ અને સંત અન્ના જેવી નામાંકિત શાળાઓ આવેલી છે. કડકડતી ઠંડીમાં વહેલી સવારે ચાલતા જતા વિદ્યાર્થીઓ આ ઠંડા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે બાળકો બીમાર પડવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.​ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ પાઇપલાઇન છેલ્લા બે દિવસથી લીકેજ છે. આ અંગે નગરપાલિકાના સત્તાધીશોને જાણ હોવા છતાં હજુ સુધી કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. એકતરફ સરકાર 'જળ બચાવો' ના અભિયાન ચલાવે છે, ત્યારે બીજી તરફ પાલિકાની નિષ્કાળજીને કારણે હજારો રૂપિયાનું શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે.​આ અહેવાલના માધ્યમથી સ્થાનિક રહીશો અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ વહેલી તકે જાગે અને આ લીકેજનું સમારકામ કરાવી પાણીનો વેડફાટ અટકાવે. જો સત્વરે ઉકેલ નહીં આવે તો રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીમાં ઓર વધારો થશે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર