પાટણ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% અનામત બેઠકો અંતર્ગત કુલ 1019 સીટો પર પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.પ્રથમ રાઉન્ડમાં 978 સીટો સામે 894 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. બીજા રાઉન્ડમાં 83 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા 28 મીએ પૂર્ણ થઈ હતી આ રાઉન્ડમાં 62 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો તો પાંચ વિદ્યાર્થીઓના વાલીઓ પ્રવેશ લેવા આવ્યા નહોતા અને 16 લોકોએ શાળાની પસંદગી કરી નહોતી.બાકી રહેલી 63 બેઠકો પૈકી 21 સીટો માટે ગતરોજ ત્રીજો રાઉન્ડ જાહેર કરાયો છે. કેટલીક શાળાઓમાં વાલીઓની અરુચિને કારણે બેઠકો ખાલી રહી છે. કુલ 1019 બેઠકો સામે અત્યાર સુધીમાં ત્રીજા રાઉન્ડની 21 બેઠકો સહિત 977 બેઠકો પર પ્રવેશ ફાળવણી થઈ ગઈ છે.ત્રીજા રાઉન્ડમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓના વાલીઓએ 6 થી 13 જૂન સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત શાળામાં જઈને પ્રવેશ મેળવી લેવાનો રહેશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ જિલ્લામાં RTE અંતર્ગત 21 બેઠકો માટે ત્રીજો રાઉન્ડ જાહેર કરાયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#government policies#Community Engagement#Education Access#Student Enrollment#Local Education News#Educational Opportunities#RTE Admission Process#Patan District Education#Private Primary Schools#Reserved Seats#Third Admission Round#School Vacancies#Parental Participation#Admission Timeline#Child Enrollment Statistics
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
15 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
