રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર પંથકની પંચાયત રાત્રે ધમધમતી હોવાનો વીડિયો વાયરલ

પાલનપુર પંથકની પંચાયત રાત્રે ધમધમતી હોવાનો વીડિયો વાયરલ
મોડી રાત્રે ગ્રામ પંચાયતમાં કર્મીઓની હાજરી સામે આશંકા; પાલનપુર પંથકની એક ગ્રામ પંચાયત કચેરી મોડી રાત્રે ધમધમતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર પંથકની એક ગ્રામ પંચાયતની કચેરી મોડી રાતે ખોલી કર્મચારીઓ અંદર કામગીરી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કચેરી સમય બાદ રાત્રિના અંધારામાં બંધ બારણે કચેરીમાં ઉપસ્થિત કર્મચારીઓની કામગીરી શંકા ઉપજાવી રહી હોવાની રાવ ઉઠી છે. જોકે, સોશિયલ મીડિયા માં આ વીડિયો સલ્લા ગ્રામ-પંચાયત કચેરીનો હોવાના દાવા વચ્ચે રાત્રીના અંદાજે ૧૦.૩૦ કલાકે પંચાયત રજીસ્ટરમાં ચેડાં કરી રેકર્ડમાં છેડછાડ કરાઈ હોવાના આક્ષેપો કરાયા હતા. (જોકે, આ વીડિયોની પુષ્ટિ "રખેવાળ" કરતું નથી) જોકે, વીડિયો ગમે તે પંચાયતનો હોય પણ રાત્રિના સમયે મહિલા કર્મી સહિતના જવાબદાર કર્મીઓ કઈ કામગીરીનું ભારણ ઓછું કરવા આવ્યા હશે તે બાબત આશંકા પ્રેરી રહી છે. તો વળી વીડિયો ઉતારનાર ને પણ ધમકાવીને બહાર કઢાઈ રહ્યો હોવાની પ્રવૃત્તિ શંકા ઉપજાવી રહી હોઇ ટી.ડી.ઓ દ્વારા તપાસ કરી ખુલાસો માંગવામાં આવે તે જરૂરી બન્યું હોવાની લાગણી લોકોએ વ્યક્ત કરી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર