રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત

બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત
વધતી જતી ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણ પણ જોવા મળી રહી છે. જેના  કારણે અતિશય ગરમી તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે પ્રજાજનો‌ પણ આકુળ-વ્યાકુળ બની ગયા છે. વહેલી સવારથી ગરમીનું પ્રમાણ વધતાં ખેતી કામ કરતા ખેડૂતો માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જેમાં મંગળવારની વહેલી સવારે ડીસાનું તાપમાન ૩૧.૪ ડીગ્રી નોંધાયું છે જે બપોરના સમયે ૪૧ ડીગ્રી પાર પહોંચી જતા આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીના માહોલ વચ્ચે ખેતીની સીઝન પણ આવતા ખેડૂતવર્ગ માટે ગરમી મુસીબત મૂકી રહી છે. આ અંગે કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે, આવી ગરમી સિઝન પહેલી વાર જોઈ છે. ખેતીનું કામ પણ થતું નથી અને ૧૧ વાગે અને હથિયાર હેઠા મૂકવા પડી રહ્યા છે. અને દિવસે તો જરાય કામ થતું નથી જેથી આવી ગરમી માં ખેતી નુ કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ડીસા તાલુકામાં બાજરીનો પાક લેવા માટે અનેક પ્રરપ્રાતીય મજૂરો પણ આવ્યા છે. પરંતુ ગરમીના કારણે આવા મજૂરોની પણ મુશ્કેલીઓ વધી છે. બનાસકાંઠામાં તાપમાન ૪૧ ડીગ્રીએ પહોંચ્યું બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. જેમાં મંગળવારે ડીસા નું મહત્તમ તાપમાન ૪૦.૮ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લધુત્તમ તાપમાનમાં પણ ૧.૮ ડીગ્રી ના વધારા સાથે ૩૧.૪ ડીગ્રી નોંધાયું છે. વાતાવરણ માં ભેજનું પ્રમાણે ૭૧ ટકા રહેવા પામ્યું છે જ્યારે પવન ની ગતિ પ્રતિ કલાક ૧૨ કીમી નોંધાઇ છે
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર