સાંતલપુર વરણોસરી ટોલ નાકા ખાતે ફાયરીંગ કરી ધમાલ મચાવનારા શખ્સોહથિયાર સાથે ગણતરીના કલાકોમાં ઝડપાયા

પાટણ એલ.સી.બી.ટીમે ત્રણ શખ્સોને 12 બોરની બંદુક અને સ્વીફ્ટ કાર સાથે ઝડપી કાયૅવાહી હાથ ધરી; તાજેતરમાં જ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વરણોસરી ભારત માતા ટોલ પ્લાઝા પર ગાડી નીકળવા બાબતે કેટલાક શખ્સો દ્વારા ટોલ બુથ પર ફરજ બજાવતા કર્મચારીઓ સાથે મારામારી કરી ટોલ પ્લાઝામાં કાર્યરત સીસીટીવી કેમેરા સહિત ઓફિસના સર સામાન ને નુકસાન પહોંચાડી ફાયરિંગ કરી ફરાર થઈ ગયેલા શખ્સોને પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ તાજેતરમાં જ પાટણ જિલ્લાના સાતલપુર વરણોસરી પાસેના ભારત માલા ટોલ પ્લાઝા પરથી ગાડી પસાર કરવા મામલે કેટલાક શખ્સો એ ટોલ બુથ પર તોડફોડ કરી સીસીટીવી કેમેરા સહિત ઓફિસના સર સામાન ને નુકસાન પહોંચાડી ફાયરિંગ કરી ફરાર થયાં હતાં અને આ બાબતે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ત્યારે ઉપરોક્ત ઘટના મામલે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઉપરોક્ત શખ્સોને ઝડપી લેવા કરેલ સૂચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.જી.ઉનાગર સહિત ટીમે આ કામમાં સંડોવાયેલ આરોપીઓની માહિતી મેળવી તેઓને પકડી પાડવા સારૂ પેટ્રોલીંગ સઘન બનાવ્યું હતું. તે દરમ્યાન ટીમને બાતમી હકીકત મળતા ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી અમરતભાઇ ઉર્ફે ભોલો સોનાભાઈ ઠાકોર,હેમચંદભાઈ ધરમશીભાઈ અને ઠાકોર સોમાજી કાલાજી રહે.ત્રણેય નવાગામ(ગઢા રામપુરા),સાંતલપુરવાળા ઓને ફાયરીંગમાં વપરાયેલ ૧ર બોરની બંદુક તથા સ્વિફ્ટ ગાડી સાથે ગણતરીના કલાકોમાં પકડી તમામ સામે બી.એન.એસ.એસ.કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ સાંતલપુર પો.સ્ટે. ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Patan LCB team#Crime Investigation#Patan District Police#Police Action#Swift Car#Vandalism#CCTV Damage#Santalpur Varanasi Toll Plaza#Armed Assault#12-Bore Gun#Toll Booth Incident
સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
3 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
3 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
3 દિવસ પહેલા
