રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા માં ગુપ્ત ખાનામાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો એલસીબી ની ટીમે ઝડપી પાડ્યો

ડીસા માં ગુપ્ત ખાનામાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો એલસીબી ની ટીમે ઝડપી પાડ્યો

ડીસાના આખોલ ચાર રસ્તા પાસેથી ગુપ્ત ખાનામાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો એલસીબી ની ટીમે ઝડપી પાડ્યો એલસીબી ની ટીમે દારૂનો જથ્થો ગાડી સહિત બે શખ્સોની કરી અટકાયત બનાસકાંઠા જિલ્લા પોલીસવળા ની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી દારૂની હેરાફેરીને અટકાવવાના પુરેપુરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી એલસીબી દ્વારા જુદા જુદા ગામોમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે ત્યારે ગઈકાલે એક ગાડીની અંદર ગુપ્ત ખાના ની અંદર દારૂ નો જથ્થો સંતાડી લઈ જવાતો હતો. જો કે એલસીબી ની ટીમે દારૂનો જથ્થો ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરી છે. 

ડીસાના આખોલ ચાર રસ્તા પાસે નાકાબંધી દરમ્યાન ક્રિયા સેલટોસ ગાડી નં.GJ18BM1695 ને રોકાવી અંદર તપાસ કરતા પોલીસને કંઈ મળ્યું ન હતું પરંતુ પોલીસે ગાડીની બરાબર તપાસ કરતા ગાડીમાં જુદા જુદા ગુપ્ત ખાના બનાવેલ હતા જેમાંથી પોલીસે દારૂની 157 બોટલો મળી આવી હતી જેથી પોલીસે ચાલક પ્રવિણ હરચંદજી રાજપુત રહે.મોરેલા તા.થરાદ અને દિનેશ દિપારામ જાટ રહે.બેરડો કાપના ગુડામલાની તા.જી.સાંચોર ની અટકાયત કરી હતી અને દારૂનો જથ્થો મંગાવનાર હકમારામ જાટ રહે.રામજી કી ગોળ સાંચોર સહિત તમામ શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ નો ગુનો નોંધી દારૂ ગાડી સહિત મળી કુલ કિ.રૂ.૮,૯૦,૧૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#liquor#seized#The LCB

સંબંધિત સમાચાર