રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠાના હીરા ઉદ્યોગમાં મહા મંદી યથાવત

બનાસકાંઠાના હીરા ઉદ્યોગમાં મહા મંદી યથાવત
દિવાળીના લાંબા વેકેશન બાદ પણ મંદીને લઈ 25 ટકા કારખાનાને તાળા લાગ્યા હીરા બજાર સાથે સંકળાયેલા 80 ટકા લોકો નાછૂટકે અન્ય ધંધા તરફ વળ્યા: બનાસકાંઠા જિલ્લાના હીરા ઉદ્યોગમાં અંદાજે 400 જેટલા કારખાના છે.જેમાં અંદાજે 20 હજાર લોકો કામ કરે છે.પરંતુ દિવાળી વેકેશન બાદ પણ આ ધંધામાં મંદીનું ગ્રહણ યથાવત જ રહ્યું છે.જેના કારણે રત્ન કલાકારો સહિત હીરા બજાર સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે . ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટો ઉદ્યોગ છે.હીરા ઉદ્યોગનું મોટું ટર્ન ઓવર છે. બનાસકાંઠામાં પણ પાલનપુર, ડીસા, ધાનેરા,થરાદ સહિત ગ્રામીણ વિસ્તારોમાં નાના મોટા અનેક કારખાના આવેલા છે.પણ હીરા બજાર છેલ્લા ઘણા સમયથી મંદીને લઈ ચમક ગુમાવી બેઠું છે. બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પહેલા 600 ની આસપાસ કારખાના હતાં.પરંતુ દિવાળી બાદ પણ મંદીના માર વચ્ચે હવે માત્ર 400 કારખાના ચાલુ રહ્યાં છે.જેમાં અંદાજે 20,000 કારીગરો કામ કરે છે.પરંતુ દિવાળીના વેકેશનની લાંબી રજાઓ બાદ પણ મંદીનું ગ્રહણ યથાવત રહેતાં રત્ન કલાકારો સહિત હીરા બજાર સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે જિલ્લામાં છેલ્લા બે વર્ષથી માલ ઓછો આવવાને કારણે મહા મંદી પ્રવર્તે છે.જેથી નાછૂટકે કારીગર, કારખાનેદાર, વેપારી, દલાલ અને હીરા બજાર સાથે સંકળાયેલ 80 ટકા લોકો અન્ય ધંધા તરફ વળ્યા છે. રાજ્ય સરકાર આગામી બજેટમાં રાહત આપે : પ્રમુખ ગુજરાત ડાયમંડ વેલફેર ફેડરેશનના પ્રમુખ અમરતભાઈ ફોસીએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગને ટકાવી રાખવા ગુજરાત સરકારે આગામી બજેટમાં હીરા વિકાસ બોર્ડ બનાવવું જોઈએ.જો કારખાનેદારોને ટકાવવા હશે તો તેમને લોન વ્યવસ્થા કરી આપવી પડશે તેમજ લાઈટ બિલમાં પણ રાહત આપશે તો જ કારખાનેદાર કારીગરોને રોજગારી આપી શકે તેમ છે. રત્ન કલાકારોની હાલત અતિ કફોડી; રત્ન કલાકાર જગતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં હીરામાં પરિસ્થિતિ બહુ ખરાબ છે.પહેલા મહિને 20,000 નું કામ કરતો હાલ માંડ 5000 થી 6000 રૂ.નું કામ થાય છે.ખેતી નથી, આઠ જણનો પરિવાર છે.ગુજરાન ચલાવવાના ફાંફા છે.સવારે ટિફિન લઈને કારખાને જઈએ.પણ મંદીના આ માહોલમાં ચાર પાંચ હીરા મળે પછી હીરા થઈ રહેતાં ટિફિન લઈને ઘરે પરત ફરવું પડે છે.સરકાર અમારી સામે જુએ.. મંદી આવતાં મુંબઈ કારખાનું છોડી વતનમાં આવી ખેતી કરું છું : દિનેશભાઇ સાળવી  મુંબઈમાં કારખાનું ચલાવતાં દિનેશભાઈ કાનજીભાઈ સાળવીએ જણાવ્યું હતું કે હું ત્યાં કારખાનું ચલાવતો પણ કોરોના બાદ હીરામાં ભયંકર મંદી આવતાં હીરાનો ધંધો બંધ કરીને ગામડે આવીને હાલમાં ખેતીના ધંધામાં જોડાયો છું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર