પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ ડીન્સની મળલી પ્રથમ બેઠકમાં યુનિવર્સિટીના ભાવિ શૈક્ષણિક વિકાસ પ્લાન બાબતે ચર્ચા વિચારણા સાથે નવા અભ્યાસક્રમો શરૂ કરવા ચિંતન કરાયું હતું.યુનિવર્સિટીના સાયન્સ વિભાગના ડીન ડો.એસ એ.ભટ્ટની અધ્યક્ષતામાં અને રજીસ્ટ્રાર મેમ્બર સેક્રેટરી ડો.રોહિત દેસાઈની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના ડીન્સની આ પ્રથમ બેઠકમાં ડીન તરીકે વરાયેલા સૌ શિક્ષણવિદોનું રજીસ્ટ્રાર ડો.રોહિત એન. દેસાઈ દ્વારા 'પુણ્યભૂમિ ભારત' પુસ્તક આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ડીન્સની આ પ્રથમ બેઠમાં નેશનલ એજ્યુકેશન પોલીસી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ ઉપરાંત યુનિવર્સિટી કેમ્પસમાં હાલના સમયની માંગ મુજબ નવા અભ્યાસક્રમો શરૂ કરવા તેમજ યુનિવર્સિટીના પાંચ વર્ષના ઇન્સ્ટિટ્યૂશનલ વિકાસ પ્લાન બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવતા ઉપસ્થિત સૌ ડીન દ્વારા શૈક્ષણિક વિકાસ માટેના મહત્વપૂર્ણ સૂચનો વ્યક્ત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના આગામી પાંચ વર્ષના વિકાસ પ્લાનને અનુલક્ષીને કેવા પ્રકારના નવા કોર્સિસ શરૂ કરવા જરૂરી છે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તે માટે ના જરૂરી સૂચનો વ્યક્ત કરાયા હતા. આ રજૂ કરવામાં આવેલ સૂચનો આગામી બોર્ડ ઓફ ડીન્સ માં મૂકવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસમાં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ એમપીએચ નો બે વર્ષનો નવો અભ્યાસક્રમ શરૂ કરવા બાબતે પણ ચર્ચા વિચારણા કરી એકેડેમીક કાઉન્સિલને ભલામણ કરવા નક્કી કરાયું હતું. આ ઉપરાંત યુનિવર્સિટીના ખેડબ્રહ્મા ખાતેના વડાલી કેમ્પસમાં માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ (એમઆરએસ) નો અભ્યાસ ક્રમ શરૂ કરવા તેમજ ફિઝિકલ એજ્યુકેશન વિભાગમાં પણ નવા કોર્સ શરૂ કરવા ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
યુનિવર્સિટી ખાતે પ્રથમ વાર મળેલી બોડૅ ઓફ ડીન્સની બેઠકમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા ચિંતન કરાયું

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
1 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
23 કલાક પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
23 કલાક પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
