ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી યુવક કિરણ ઠાકોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા .આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ તાત્કાલિક મૃતકના પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી. જેના પગલે ડીસા ઉત્તર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી.મૃતક યુવક કિરણ ઠાકોરનો મૃતદેહ મળી આવતાની સાથે જ તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસે મૃતક યુવકની લાશનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ પોલીસ હત્યા અને આત્મહત્યા બંને પાસાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર ડીસામાં શોક અને ભયનો માહોલ સર્જ્યો છે.
ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

ટેગ્સ:#death#Deesa#Banaskantha District#Crime Investigation#Regiment Area#Deesa North Police Action#Intensive Investigation Underway#Body Sent to Deesa Civil Hospital#Urban Crime Scene
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
5 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
5 દિવસ પહેલા
