રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 સપ્ટેમ્બર, 2025| Super Admin

દાંતીવાડા ડેમ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી કલેક્ટરની સુચનાનું સુરસુરિયું

દાંતીવાડા ડેમ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી કલેક્ટરની સુચનાનું સુરસુરિયું
ડેમ વહિવટી તંત્ર જ સુચના પત્ર લખે અને પછી એજ પાલન ન કરે એવું કેમ? હજારોની સંખ્યામાં લોકો ડેમ જોવા ઉમટ્યાં; બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી મુજબ બે દિવસ થી જીલ્લાભરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠા વહીવટી તંત્ર પણ એલર્ટમોડ પર રહી તકેદારી ના ભાગરૂપે સતર્ક થઈ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બનાસ નદી બે કાંઠે વહેતા દાંતીવાડા ડેમમા પણ જળસપાટીમા નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સહીત દાંતીવાડા ડેમ વહીવટી તંત્ર એ પણ તકેદારી ના ભાગરૂપે ડેમ કે નદીના કાંઠા વિસ્તારમાં ન જવા સૂચનો પ્રકાશિત કર્યા છે. પરંતુ અહીં સ્થિતિ કંઇક અલગ જોવા મળી રહી છે. દાંતીવાડા ડેમની જળસપાટી માં વધારો થયો હોવા છતાં લોકો ભારે વરસાદમા ડેમ જોવા ટોળે ટોળા ઊમટી પડ્યા હતા. લોકો ડેમની પાળ પર ચડીને સેલ્ફી લેતા નજરે પડે છે. છતાં પણ તંત્ર નઠારું બની તમાશો જોઈ રહ્યુ છે. ડેમના ગેટ આગળ એક બાજુ પ્રતિબંધિત વિસ્તારના બોર્ડ લગાવ્યા છે. જ્યારે લોકો હજારોની સંખ્યામાં ડેમ જોતા નજરે પડે છે. ત્યારે ડેમ વિસ્તારમા કોઇ અઘટિત ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ?? તેવા અનેક સવાલો ઉભા થયા છે. જીલ્લા કલેક્ટરની સુચનાનો પણ અનાદર થયા નું જોવા મળી રહ્યું છે. ત્યારે દાંતીવાડા ડેમના તંત્રની શાન ઠેકાણે લાવશે કે પછી કોઇ ઘટના સર્જાય તેની રાહ જોશે??

સંબંધિત સમાચાર