રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ૩૭.૫૫ લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું

થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ૩૭.૫૫ લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું
પોલીસે ડ્રગ્સના મોટા જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત કરી; એક આરોપી ફરાર, થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન (એમડી)નો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે ૩૭.૫૫ લાખનું એમડી ડ્રગ્સ કબ્જે લઈ બે આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. જાણવા મળ્યા મુજબ ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપાયેલ આરોપી રાકેશકુમાર બિશ્નોઈ (ઉ.વ. ૨૪) રાજસ્થાનના ફલોદી જિલ્લાનો રહેવાસી છે. હાલ તે જોધપુરના શિવનગર વિસ્તારમાં રહે છે. આરોપી પાસેથી ૩૭૫ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. એક ગ્રામની કિંમત ૧૦,૦૦૦ રૂપિયા લેખે કુલ ૩૭.૫૦ લાખ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, એટીએમ કાર્ડ અને એક વિવો મોબાઈલ પણ કબજે કર્યા છે. કુલ મુદ્દામાલની કિંમત ૩૭,૫૫,૩૦૦ રૂપિયા થાય છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું,કે આ માદક પદાર્થનો જથ્થો જોધપુરના મંડોર વિસ્તારના વિકાસ બિશ્નોઈ પાસેથી મેળવ્યો હતો. આ માલ ભુજના મોહમ્મદ અબ્દુલ મોખાએ મંગાવ્યો હતો. મંગાવનાર ભુજના શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. આ મામલે પોલીસે અલગ ટીમ બનાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર