રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ8 મે, 2026| Super Admin

થરા પોલીસે ગોકુળ નગર સોસાયટીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીનો પર્દાફાશ કર્યો

થરા પોલીસે ગોકુળ નગર સોસાયટીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીનો પર્દાફાશ કર્યો

બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના મુખ્ય મથક અને વેપારી મથક થરા નગરમાં વરલી  જુગાર,ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી તથા કેફી પદાર્થોની બદી બેફામ ફૂલીફાલી છે જેમાં યુવાધન અને કેટલાય પરિવારો બરબાદ થઇ રહ્યા છે પણ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે થરા બસ સ્ટેશન અને કેટલાક જાહેર સ્થળોએ ચાલતી આ બદી હરતી ફરતી બાહોશ પોલીસને દેખાતી નથી.પણ અચાનક કોઈએ થરા પોલીસને બાતમી આપતા થરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીનો પર્દાફાશ થયો છે.

જાણવા મળતી માહિતી અનુસાર થરાની ગોકુલનગર સોસાયટીમાં રહેતા વેપારી કૌશલ રમેશચંદ્ર ઠક્કર (ઉ.વ.૩૨) પોતાના મોબાઈલ ફોન પર ઓનલાઈન ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી સટ્ટા માટે ઉપયોગમાં લેવાતો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે કૌશલ ઠક્કરની તપાસ કરવામાં આવી હતી. તેમની પાસેથી ઓપો કંપનીનો કાળા રંગનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોબાઈલની તપાસ દરમિયાન, વોટ્સએપમાં 'R.R.R.' નામથી સેવ કરાયેલા નંબર પરથી www.mrmexch.com ની ઓનલાઈન સટ્ટાબાજીની લિંક મળી હતી.આ લિંક ખોલતા ક્રિકેટ મેચના લાઈવ સોદા, હારજીતના વિકલ્પો અને ઓનલાઈન આઈ.ડી. સક્રિય હાલતમાં જોવા મળ્યા હતા.પોલીસે તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર