રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ30 જૂન, 2026| Super Admin

થરા પોલીસે નાથપુરા ગામની સીમમાં દરોડો પાડી ત્રણ જુગારી ઝડપ્યા

થરા પોલીસે નાથપુરા ગામની સીમમાં દરોડો પાડી ત્રણ જુગારી ઝડપ્યા

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા થરા પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.દરમિયાન, થરા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે,ઓગડ તાલુકાના થરા પોલીસ હદના નાથપુરા ગામની સીમમાં આવેલા વડેચી માતાજીના મંદિર પાછળ લીમડાના ઝાડ નીચે કેટલાક ઈસમો પૈસાથી હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસ સ્ટાફ તથા પંચોને સાથે રાખી તાત્કાલિક સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.પકડાયેલ આરોપીઓમાં લાખાજી ભીખાજી ઠાકોર, બકુલજી પ્રભાતજી ઠાકોર અને બાબુજી કરશનજી ઠાકોરનો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૧૦૧૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને તમામ આરોપીઓ વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.થરા પોલીસ દ્વારા પાલિકા  વિસ્તારમાં બસ સ્ટેશન તથા જાહેર સ્થળોએ આવી ગેરકાયદેસર ચાલી રહેલી પ્રવૃત્તિઓ વિરુદ્ધ બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી ચાલુ કરવામાં આવે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

ટેગ્સ:#Thara Police

સંબંધિત સમાચાર