રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા26 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

તેરા તુઝકો અર્પણ અભિયાન સાર્થક : ડીસા રૂરલ પોલીસે 10 ગુમ મોબાઈલ માલિકોને પરત કરાયા

તેરા તુઝકો અર્પણ અભિયાન સાર્થક : ડીસા રૂરલ પોલીસે 10 ગુમ મોબાઈલ માલિકોને પરત કરાયા

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા રૂરલ પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવી એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ટેક્નિકલ સર્વેલન્સની મદદથી વિવિધ સ્થળોએથી ગુમ થયેલા કુલ 10 મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.​ ​ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના  પી.આઈ. વી.એમ. ચૌધરીની આગેવાનીમાં પોલીસ ટીમ દ્વારા લાંબા સમયથી ગુમ થયેલા કે પડી ગયેલા મોબાઈલ ફોન અંગે મળેલી અરજીઓ પર ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ભારત સરકારના સીઇઆઇઆર પોર્ટલની મદદથી મોબાઈલ ટ્રેસ કરી, ટીમે સચોટ તપાસના અંતે આ કિંમતી મોબાઈલ મેળવવામાં સફળતા મેળવી હતી. આ બાબતે તાલુકા પી આઈએ જણાવ્યું હતું કે અમેં ટેક્નોલોજીના ઉપયોગથી આજે  નાગરિકોની અમાનત તેમને પરત કરી શક્યા તેનો આનંદ છે ​​પોતાના લાંબા સમયથી ખોવાયેલા અને મોંઘા દાટ મોબાઈલ અચાનક પરત મળતા અરજદારોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને જ્યારે મોબાઈલ સોંપવામાં આવ્યા ત્યારે નાગરિકોએ ડીસા રૂરલ પોલીસની કર્તવ્યનિષ્ઠા અને ઝડપી કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.    

સંબંધિત સમાચાર