રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

શિક્ષકોનો હુંકાર! વસ્તી ગણતરીમાં વિસંગતતા મુદ્દે મહેસાણામાં અધિક કલેક્ટરને આવેદન આપ્યું

શિક્ષકોનો હુંકાર! વસ્તી ગણતરીમાં વિસંગતતા મુદ્દે મહેસાણામાં અધિક કલેક્ટરને આવેદન આપ્યું

જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આજે વસ્તી ગણતરી અને ડ્રોપ આઉટ સર્વેની કામગીરીમાં ઉભી થયેલી વહીવટી વિસંગતતાઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષક સંઘના હોદ્દેદારોએ અધિક કલેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. અને વરિષ્ઠ શિક્ષકોના સ્વમાન તેમજ કાળઝાળ ગરમીમાં આરોગ્યના જોખમ અંગે રોષ ઠાલવ્યો હતો.

​સિનિયર ગણતરીદાર અને જુનિયર સુપરવાઈઝર: હોદ્દાની ભારે વિસંગતતા જોવા મળી હતી. ​માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ સુધીર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લાના અનેક તાલુકાઓમાં વિચિત્ર વહીવટી છબરડા જોવા મળ્યા છે. જેમાંથી ​મુખ્ય મુદ્દો એ છે કે, ઊંચી લાયકાત અને વધુ ગ્રેડ-પે ધરાવતા માધ્યમિક શિક્ષકોને ગણતરીદાર તરીકેની ફરજ સોંપાઈ છે. જ્યારે તેમનાથી ઓછો ગ્રેડ-પે ધરાવતા અને જુનિયર કર્મચારીઓને તેમના સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે. ​

આ પ્રકારની ગોઠવણ શિક્ષકોના સામાજિક મોભા અને વરિષ્ઠતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, જેનાથી સમગ્ર શિક્ષક આલમમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ​નિવૃત્તિના આરે ઉભેલા શિક્ષકોને પણ 'ગરમીમાં' ફરજ સોંપવામાં આવતા વિરોધ વંટોળ ઉભો થયો છે. જેમાં ​શિક્ષક સંઘે બીજી ગંભીર રજૂઆત એ કરી છે કે જે શિક્ષકો આગામી 31 મે કે તેના ગણતરીના મહિનાઓમાં નિવૃત્ત થવાના છે, તેમને પણ વસ્તી ગણતરીના આદેશો પકડાવી દેવામાં આવ્યા છે. 45 ડિગ્રી જેવી ભીષણ ગરમીમાં નિવૃત્તિને આરે પહોંચેલા વયસ્ક શિક્ષકોને ફિલ્ડ વર્ક સોંપવું એ તેમના આરોગ્ય સાથે ચેડાં સમાન છે. 

આ ઓર્ડર તાત્કાલિક રદ કરી અન્ય યુવા કર્મચારીઓને કામગીરી સોંપવી જોઈએ. ​વસ્તી ગણતરી ઉપરાંત, ધોરણ 10 પછી શાળા છોડી જનાર વિદ્યાર્થીઓનો ઘરે-ઘરે જઈને 'ડ્રોપઆઉટ સર્વે' કરવાની કામગીરીનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શિક્ષકોએ મુખ્યત્વે બે મુદ્દા રજૂ કર્યા છે જેમાંથી ​ભીષણ ગરમીમાં 45 ડિગ્રી તાપમાનમાં ઘરે-ઘરે જઈને સર્વે કરવો શારીરિક રીતે અત્યંત કઠિન છે. ​વેકેશનનો અધિકાર હોય છે જે શિક્ષકોના મતે, વેકેશન એ વર્ષભરના થાક પછી રિફ્રેશ થવાનો તેમનો મનોવૈજ્ઞાનિક અધિકાર છે, જે આ કામગીરીને કારણે છીનવાઈ રહ્યો છે. કલેકટર કચેરીએ આવેદન આપવા આવેલા ​શિક્ષકોએ પોતાનો પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય કામગીરીથી ભાગી રહ્યા નથી, પરંતુ આ કામગીરી વેકેશન પૂરું થયા બાદ શાળાના સમય પછી સોંપવામાં આવે તો તેઓ તેને પૂર્ણ કરવા તૈયાર છે. ​આ આવેદનપત્ર બાદ હવે જિલ્લા વહીવટી તંત્ર આ વિસંગતતાઓ દૂર કરવા કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Mehsana City

સંબંધિત સમાચાર