રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરના કાણોદર હાઇવે પર વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

પાલનપુરના કાણોદર હાઇવે પર વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
33.88 લાખના વિદેશી દારૂ ભરેલા ટેન્કર સાથે રૂ.53.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો પાલનપુરના કાણોદર હાઇવે પર હુસેન ટેકરી પાસેથી એલસીબી પોલીસે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.પાલનપુરના કાણોદર હાઇવે પર હુસેન ટેકરી પાસે એલસીબી પોલીસે બાતમીના આધારે નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળુ ટેન્કર પસાર થતા તેને રોકીને તલાશી લીધી હતી. જેમાં ટેન્કરમાંથી રૂ.33,88,296 નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ટેન્કર નં.GJ-06-AV-6972 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 11,904 બોટલો ઝડપાઇ હતી. પોલીસે રૂ.33.88 લાખના વિદેશી દારૂ ભરેલા ટેન્કર સહિત કુલ રૂ.53.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ટેન્કર ચાલક કનુભાઈ અમરતભાઈ માજીરાણા રહે.રાજપુરીયા તા.અમીરગઢને દબોચી લીધો હતો. દરમિયાન પોલીસે દારૂની હેરાફેરી માં સંડોવાયેલ સોમસિંહ તેજસિંહ દરબાર રહે.ચેખલા તા.અમીરગઢ, વિરેન્દ્રસિંહ નાનુસિંહ દરબાર રહે.ચેખલા તા.અમીરગઢ તથા દેવાભાઈ ધનાભાઈ રબારી રહે.જાબુંડી (હથિદ્રા)તા.પાલનપુર તથા જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા વેલસિંહ દરબાર રહે.હાથિદ્રા તા.પાલનપુર સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર