બનાસકાંઠા31 ડિસેમ્બર, 2025
બનાસકાંઠા જિલ્લામાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની લાલ આંખ

9 માસમાં 941 કેસ કરી રૂ. 126 કરોડની ઐતિહાસિક આવક મેળવી
બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વગર દોડતા વાહનો રોકવા માટે ભૂસ્તર વિભાગે આક્રમક અભિગમ અપનાવ્યો છે. ભૂસ્તર વિભાગ દ્વારા ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધી માત્ર નવ માસમાં 941 જેટલા કેસો કરી રૂ.126 કરોડ ઉપરાંતની મહેસુલી આવક મેળવી છે. બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ-અલગ ટીમો બનાવી સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવતા ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગે કુલ રૂ.126.77 કરોડની વિક્રમી મહેસુલી આવક મેળવી છે. ચાલુ વર્ષ ડિસેમ્બર મહિનામાં ભૂસ્તર વિભાગ દ્વારા માત્ર એક જ માસમાં રૂ.18.04 કરોડની આવક થઈ છે, જે જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીની કોઈ પણ એક મહિનાની સૌથી વધુ આવક છે.
ગેરકાયદેસર રેત ખનન અને રોયલ્ટી ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવતા ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં કુલ 941 કેસ દાખલ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ રૂ.18.50 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. માત્ર ડિસેમ્બર મહિનામાં જ 139 કેસો કરી રૂ.3.16 કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ અંગે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે અમારી ટીમો ૨૪ કલાક સક્રિય છે. ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વગર બિનઅધિકૃત રીતે ખનીજ ચોરી કરતા તત્વો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત ફોજદારી કેસો પણ કરવામાં આવ્યા છે. રોયલ્ટી વગરના વાહનો અને બિનઅધિકૃત ખનન સામે આગામી સમયમાં હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે.
ટેગ્સ:#Banaskantha#revenue#Criminal Cases#Geology Department#mafia#historical income#Banaskantha Geologist#Gurupreet Singh
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
7 કલાક પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
