ડીસામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 16 વર્ષના માનસિક અસ્થિર કિશોરે આત્મહત્યા કરી છે. આ ઘટના મહારાણા પ્રતાપ સરકારી શાળાના પરિસરમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ સગીર અવારનવાર ઘરેથી નીકળી જતો હતો. ગઈકાલે તેણે મહારાણા પ્રતાપ સરકારી શાળાની દિવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં એક ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ સૌપ્રથમ શાળાના બોર ઓપરેટરને થઈ હતી, જેમણે તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી. જોકે, નગરપાલિકા પોલીસને બોલાવે તે પહેલાં જ મૃતકના પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા અને મૃતદેહને નીચે ઉતારી ઘરે લઈ ગયા હતા. બાદમાં, પોલીસે પરિવારજનોને સમજાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટનાથી ડીસા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
ડીસામાં મહારાણા પ્રતાપ સ્કૂલમાં માનસિક અસ્થિર કિશોરનો આપઘાત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#incident#Deesa#The police#police investigation#teenager#Community Grief#Tragedy#Family Response#Maharana Pratap School#heartbreaking
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
