રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા ભીલડી હાઈવે પર રખડતાં પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન રખડતા પશુઓની સંખ્યામાં વધારો

ડીસા ભીલડી હાઈવે પર રખડતાં પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન રખડતા પશુઓની સંખ્યામાં વધારો
હાઇવે ઓથોરિટી અને કોન્ટેક્ટ કંપની ના આંખ આડા કાન વાહન ચાલકો ને હાઇવે પર ચાલવું પણ જોખમી ડીસા ભીલડી નેશનલ હાઈવે 27 ઉપર ડીસા ચાર રસ્તા થી કુંપટ, માલગઢ, વડાવળ, લોરવાડા તેમજ ભીલડી સુધી રખડતા ઢોરોનો ત્રાસ વધતા વાહન ચાલકોને હાઇવે પર ચાલવું પણ જોખમી બની રહ્યું છે હાઇવે ઉપર રખડતા ઢોરોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે અનેક નિર્દોષ લોકો રખડતા પશુઓના ભોગ પણ બની રહ્યા છે તો ક્યારેક વાહનો અડફેટે આવતા પશુઓનો પણ ભોગ બની રહ્યા છે ત્યારે ખરેખર જો નેશનલ હાઈવે ઉપર ચાલતા વાહન ચાલકો ટોલ ટેક્ષ ભરતા હોય અને આવા રખડતા ઢોરોને કારણે વાહન ચાલકોના ના જીવ જોખમમાં મુકાય તેના માટે જવાબદાર કોણ....? તંત્ર દ્વારા આવા રખડતા ઢોરોને પકડી. ગૌશાળાઓ મો કે બીજી કોઈ અન્ય જગ્યાએ જેવી કે ગામનું જાહેર ગૌચરમાં ખસેડવામાં આવે તો આવી સમસ્યા નું નિરાકરણ તાકીદે લાવી શકાય...! નહિતર કેટલાક નિર્દોષ પશુઓ તેમજ નાગરિકો આવી રીતે મોતને ભેટતા રહેશે દિવસ અને રાત્રે દરમિયાન હાઇવે ઉપર રખડતા ઢોરોનો અડીંગો જોવા મળી રહ્યો છે હાઇવે ઓથોરિટીની સિક્યુરિટી વાન હાઈવે પર ફરતી હોવા છતાં તેઓને રખડતા પશુઓ દેખાતા નથી કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે તેવા સવાલો પણ પ્રજાજનો કરી રહ્યા છે. હાઈવે પર રખડતાં ઢોરને લઈ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય; ડીસા ભીલડી હાઈવે ઉપર દિવસેને દિવસે રખડતા ઢોરો નો ત્રાસ વધી રહ્યો છે જેને લઇ અનેક વાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ને પેટનું પાણી પણ હલતું નથી. હાઇવે પર રખડતા ઢોરોનો ત્રાસથી મુક્તિ મળશે ખરા; નેશનલ હાઇવે ઉપર રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે પ્રજાજનોમાં પણ અનેક સવાલો કરી રહ્યા છે કે આગામી સમયમાં હાઇવે ઉપરથી રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ મળશે કે પછી આ જ રીતે રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેશે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર