બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા ભોપાનગર વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ વકર્યો છે શુક્રવારે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક 5 વર્ષની માસૂમ બાળકી પર રખડતા ભૂંડે હિંસક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, રાશિબેન મહેન્દ્રભાઈ વાઘેલા નામની 5 વર્ષની બાળકી જ્યારે રસ્તા પરથી જઈ રહી હતી, ત્યારે અચાનક એક ભૂંડે તેના પર હુમલો કર્યો હતો. ભૂંડ એટલું હિંસક બન્યું હતું કે બાળકીને બચાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ભૂંડાના હુમલાને કારણે બાળકીને માથા, મોઢા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે રહેણાંક વિસ્તારમાં રખડતા ભૂંડના આતંકને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. માસૂમ બાળકી પર થયેલા આ હુમલા બાદ તંત્ર જાગે અને આવા હિંસક પશુઓનો ત્રાસ દૂર કરે તેવી માંગ પ્રબળ બની છે.
ડીસાના ભોપાનગરમાં રખડતા ભૂંડનો આતંક : 5 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના શેરપુરા ગામે મંડપના ગોડાઉનમાં ભીષણ આગ: ૨૦ થી ૨૫ લાખનું નુકસાન
22 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ ખાતે દીપાવલી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં સોનાના દાગીના પેટે આપેલો રૂ. ૮.૯૫ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા
2 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસા હાઇવે ઉપર ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધમધમવા લાગ્યા
2 દિવસ પહેલા
