રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ12 ઑક્ટોબર, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાધનપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ઝડપી

રાધનપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ઝડપી

રૂ. 33.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાત સામે ગુનો દાખલ કર્યો

પાટણના રાધનપુર-સમી રોડ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં રૂ. 33.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર પૂરપાટ ઝડપે ભગાવી મૂકી હતી. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતાં ફોર્ચ્યુનર કારને મદદરૂપ બનેલી ક્રેટા કારમાં સવાર શખ્સોએ પોલીસના વાહનો પર દારૂની બોટલો ફેંકી અડચણ ઊભી કરી હતી. દરમિયાન, રાધનપુર ચારરસ્તા પાસે ફોર્ચ્યુનર કાર સરકારી એસ.ટી. બસ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

ત્યારબાદ ફોર્ચ્યુનરમાં સવાર બે શખ્સો અને ક્રેટા કારમાં સવાર શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે કારમાંથી 3,871 બોટલ અને ટીન દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે મુકેશ જોગાજી ઠાકોર સહિત સાત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર