રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા જિલ્લામાં ચાર સ્થળો પર દરોડા પાડીને સ્ટેટ સાયબર ક્રાઈમે 8 સાયબર ઠગોને ઝડપી લીધા

મહેસાણા જિલ્લામાં ચાર સ્થળો પર દરોડા પાડીને સ્ટેટ સાયબર ક્રાઈમે 8 સાયબર ઠગોને ઝડપી લીધા

સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા મહેસાણા જિલ્લાના અલગ અલગ સ્થળો પર દરોડા પાડીને સાયબર ફ્રોડ દ્વારા લોકોના રૂપિયા ઉઠાવી છેતરપીંડી આચરનારા આઠ લોકોની ધરપકડ કરી છે. જેના લીધે સાયબર ઠગાઈ દ્વારા રૂપિયા ઉપાડતી ગેંગનો મોટાપાયે પર્દાફાશ થયો છે. દર વખતની જેમ લોકલ પોલીસ ઊંઘતી રહે છે અને સ્ટેટ મોનીટરીંગ વાળા ખેલ પાડી જાય છે તેમ આ ઘટનામાં પણ મહેસાણા જિલ્લા સાયબર ક્રાઈમ ઊંઘતી રહી ગઈ છે અને સ્ટેટ સાયબર ક્રાઈમ એમની હદમાં આવીને 8 સાયબર ગુનેગારોને પકડી પાડી ધરપકડ કરી છે. સ્ટેટ્સ સાયબર દ્વારા પાડવામાં આવેલા દરોડામાં શેર માર્કેટમાં ઓફલાઈન ટ્રેડિંગના નામે લાલચ આપી જાળમાં ફસાવતા 8 લોકોની સાથે અઢળક પાસબુક, ચેકબુક અને ભાડા કરાર સહિતના મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. જેના પરથી સાયબર ક્રાઈમનો હુનો આચરનારા લોકો કઈ મોડેસ ઓપરેન્ડી દ્વારા ગુનો કરતા હતા અને સામાન્ય લોકોના બેન્ક ખાતા ખાલી કરાવતા હતા તેની મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવામાં આવે અને એ મુકબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર દેશમાં થતા સાયબર ઠગાઈના કિસ્સામાં ભોગ બનનારના રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ ઉપાડી લેવામાં આવતા હોવાની વાતથી સૌ કોઈ માહિતગાર છે. મહેસાણા જિલ્લામાં આવેલી બેંકમાંથી ઠગાઈના રૂપિયા વિડ્રો કરવામાં આવ્યા છે. તે મુજબની માહિતી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના પ્રતિબિંબ પોર્ટલમાં અપલોડ કરવામાં આવી હતી. અપલોડ થયેલી માહિતીના આધારે સ્ટેટ સાયબર ક્રાઈમે મહેસાણા જિલ્લામાં ચાર અલગ અલગ સ્થળો પર દરોડા પાડીને ગુનામાં સંડોવાયેલા 8 આરોપીની ધરપકડ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી દીધો છે. જેના કારણે હાલને તબક્કે બીજા છેતરપીંડી કરતા લોકોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર