રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા11 જૂન, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ડીસાના રીસાલા બજારમાંથી સ્પ્લેન્ડર બાઈકની ચોરી: પોલીસ મથકે ફરિયાદ દાખલ

ડીસાના રીસાલા બજારમાંથી સ્પ્લેન્ડર બાઈકની ચોરી: પોલીસ મથકે ફરિયાદ દાખલ

ડીસા શહેરના ભરચક ગણાતા રીસાલા બજાર વિસ્તારમાંથી ધોળા દિવસે એક મોટરસાયકલ ચોરી થવાની ઘટના સામે આવતા વેપારી આલમમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ અંગે વાસણના વેપારીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.​પ્રાપ્ત વિગતો અનુસાર, ડીસા ખાતે રહેતા અને રીસાલા બજારમાં 'ધ્રુ મેટલ' નામની વાસણની દુકાન ચલાવતા દિનેશભાઈ મફાભાઈ રબારી પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર: GJ-08-DR-1410) લઈને રોજિંદા ક્રમ મુજબ સવારે પોતાની દુકાને આવ્યા હતા. તેમણે પોતાનું બાઈક દુકાનથી થોડે દૂર એક ઝાડ નીચે છાંયડામાં પાર્ક કર્યું હતું.

​દરમિયાન, થોડા સમય પછી કોઈ કામ અર્થે જ્યારે તેઓ મોટરસાયકલ લેવા ગયા ત્યારે પાર્ક કરેલી જગ્યા પર બાઈક જોવા મળ્યું ન હતું. આથી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને આસપાસના વિસ્તારમાં તેમજ બજારમાં ભારે શોધખોળ હાથ ધરી હતી. છતાં, મોટર સાયકલનો કોઈ પતો લાગ્યો ન હતો.​ચોરી થયેલી આ સ્પ્લેન્ડર બાઈકની અંદાજિત કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ (એક લાખ) આંકવામાં આવી છે. કોઈ અજાણ્યો તસ્કર નજર ચૂકવીને આ મોટરસાયકલ ચોરી કરી નાસી છૂટ્યો હોવાની શંકાના આધારે દિનેશભાઈ રબારીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Deesa#Risala Bazaar

સંબંધિત સમાચાર