રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા6 ડિસેમ્બર, 2025| Super Admin

હિંમતનગરમાંથી SOGએ નશાકારક કફ સિરપ ઝડપી : 176 બોટલ સાથે બે આરોપી પકડાયા

હિંમતનગરમાંથી SOGએ નશાકારક કફ સિરપ ઝડપી : 176 બોટલ સાથે બે આરોપી પકડાયા

સાબરકાંઠા SOG એ હિંમતનગર વિસ્તારમાંથી નશાકારક કફ સિરપ કોડીનની 176 બોટલ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 33,440 આંકવામાં આવી છે.SOG PI ડી.સી. પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG PSI પી.એમ. ઝાલા અને તેમનો સ્ટાફ ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે હિંમતનગર ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી. બાતમી મુજબ, હિંમતનગર બસ સ્ટેશન સામે શક્તિ હોટલ નજીક મોચીવાસમાં જવાના રોડ પર એક ઇસમ કાળા રંગની થેલીમાં કફ સિરપની બોટલો સાથે ઊભો હતો. SOG ટીમે ત્યાં જઈને તપાસ કરતા હિંમતનગરના મોચીવાસમાં રહેતા કરુણ ઉર્ફે કરણ રામજીભાઈ પરમાર (ઉં.વ. 18 વર્ષ 2 માસ) પાસેથી લેબલ વગરની 11 કફ સિરપની બોટલો મળી આવી હતી. કરુણની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ કફ સિરપ તે હિંમતનગર બસ સ્ટેશન સામે, મોચીવાસમાં રહેતા દર્શનકુમાર ભરતભાઈ પરમારના ઘરેથી લાવ્યો હતો. દર્શન પરમાર આ સિરપ હિંમતનગર સહકારી જીન વિસ્તારમાં તુલસી ફ્લેટમાં રહેતા નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિ પાસેથી લાવ્યો હતો.SOG ટીમે કરુણને સાથે રાખી દર્શનકુમાર પરમારના ઘરે તપાસ કરતા ત્યાંથી લેબલ વગરની 17 કફ સિરપની બોટલો મળી આવી હતી. ત્યારબાદ, 40 વર્ષીય નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિના ઘરેથી 'TRIPROLIDDINE HYDROCHLORIDE & PHOSPHATE SYRUP' ના લેબલવાળી 148 કફ સિરપની બોટલો મળી હતી. આમ, SOG ટીમે કુલ 176 નંગ કફ સિરપની બોટલો જપ્ત કરી હતી, જેની કુલ કિંમત રૂ. 33,440 થાય છે. SOG એ તમામ મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલા બે અને ફરાર એક સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.      

સંબંધિત સમાચાર