શુ વસ્તુ ચોરાઈ
(૧) સોનાની બુટ્ટી નાની મોટી નંગ - ૪
(૨) સોના નો હોમ નંગ - ૧
(૩) સોનાની ચુની નંગ - ૧
(૪) સોનાનો ડિસ્કો નંગ - ૪
(૫) ચાંદી નું મંગળસૂત્ર નંગ- ૧
(૬) ચાંદી ની તોડી નંગ - ૨
(૭)ચાંદી ના સિક્કા - બિસ્કિટ નંગ - ૮ તેમજ રોકડ રૂપિયા ૮૭૦૦૦બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બનાસકાંઠા ના બોર્ડર ઉપર આવેલ ગામ ના બે મકાન માં તસ્કરો ત્રાટકયા

વડગામના ધારેવાડા ગામે પરિવાર રાત્રે બહાર સૂતો રહ્યો અને તસ્કરો રૂ. ચાર લાખની મત્તા ઉઠાવી ગયા
તસ્કરો સોના - ચાંદી ના દાગીના તેમજ રોકડ મળી લાખો ની મત્તા ઉઠાવી જતા લોકોમાં દહેશત, પોલીસે તપાસ હાથ ધરી; વડગામ તાલુકાના ધારેવાડા ગામે બુધવાર રાત્રે તસ્કરોએ બે મકાન ને નિશાન બનાવી સોના - ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ. ૪ લાખ છ હજાર પાનસો ની મત્તા ઉઠાવી જતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છાપી પોલીસ ને ઘટના ની જાણ થતાં તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠાની બોર્ડર ઉપર આવેલ વડગામ તાલુકાના ધારેવાડા ગામે દૂધ મંડળી પાસે રહેતા રમેશભાઈ જોઈતાભાઈ પરમાર પરિવાર સાથે બુધવાર રાત્રે ઘરની બહાર સુતા હતા.તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો ઘરના રસોડાની બારી તોડી અંદર પ્રવેશ કરી ઘરના દરવાજા ને અંદર થી લોક કરી ઘરમાં પડેલ ગોડદા તિજોરીમાં પડેલ ચાવી દ્રારા દાગીના પડેલ તિજોરી ખોલી સોના- ચાંદીના દાગીના રોકડ મળી કુલ રૂપિયા ૨,૬૨ ૫૦૦ ની મત્તા ઉઠાવી ગયા હતા. જ્યારે ગામમાં આવેલ અલ્પેશભાઈ શામજીભાઈ ચૌધરીના મકાન ને પણ તસ્કરોએ નિશાન બનાવી મકાન માંથી ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા ૨૭ હજાર મળી ૮૪ હજારની મત્તા ઉઠાવી ગયા હતા. અજાણ્યા તસ્કરો દ્રારા એકજ રાત મા કુલ બે મકાન ને નિશાન બનાવી કુલ રૂપિયા ૪ લાખ છ હજાર પાંનસો ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી ની ઘટના ને લઈ મકાન માલિક રમેશભાઈ પરમારે છાપી પોલીસ મથકે ગુરુવારે ફરિયાદ નોંધાવતા છાપી પોલીસે તપાસ હાથ ધરી હતી. એકજ રાત માં બે મકાન ને તસ્કરોએ નિશાન બનાવતા પંથક માં ખળભળાટ મચી જવા પામ્યો છે.
શુ વસ્તુ ચોરાઈ
(૧) સોનાની બુટ્ટી નાની મોટી નંગ - ૪
(૨) સોના નો હોમ નંગ - ૧
(૩) સોનાની ચુની નંગ - ૧
(૪) સોનાનો ડિસ્કો નંગ - ૪
(૫) ચાંદી નું મંગળસૂત્ર નંગ- ૧
(૬) ચાંદી ની તોડી નંગ - ૨
(૭)ચાંદી ના સિક્કા - બિસ્કિટ નંગ - ૮ તેમજ રોકડ રૂપિયા ૮૭૦૦૦
Google પર રખેવાળને પસંદ કરો
શુ વસ્તુ ચોરાઈ
(૧) સોનાની બુટ્ટી નાની મોટી નંગ - ૪
(૨) સોના નો હોમ નંગ - ૧
(૩) સોનાની ચુની નંગ - ૧
(૪) સોનાનો ડિસ્કો નંગ - ૪
(૫) ચાંદી નું મંગળસૂત્ર નંગ- ૧
(૬) ચાંદી ની તોડી નંગ - ૨
(૭)ચાંદી ના સિક્કા - બિસ્કિટ નંગ - ૮ તેમજ રોકડ રૂપિયા ૮૭૦૦૦ટેગ્સ:#criminal activity#police investigation#Banaskantha District#Law Enforcement Response#Vadgam Taluka#Home Invasion#Gold and silver theft#Smuggling Incident#Dharewada Village#Theft Report#Cash Stolen#Community Panic#Burglary Details
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
