પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગ પોઈન્ટ પરથી કટર મશીન, મોટરનો વાયર સહિત અનેક સાધનો ચોરાતા યુનિવર્સિટીની સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થાના નામે માત્ર કાગળ પર જ ઘોડા દોડતા હોય તેવું લાગી રહ્યું છે.કેમ્પસની સુરક્ષા પાછળ દર મહિને 8 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવે છે, જેમાં GISFના જવાનો સહિત 30થી વધુ સિક્યુરિટી ગાર્ડ્સ 24 કલાક તૈનાત હોવાનો દાવો કરાય છે. આમ છતાં, કેમ્પસમાં ચોરીની ઘટનાઓ બંધ થવા પામી નથી. યુનિવર્સિટીમાં અગાઉ હોસ્પિટલ મેનેજમેન્ટ સહિત ગાર્ડન અને આસપાસના કેમ્પસ માંથી લોખંડ, નળ અને નકૂચા જેવો સામાન ચોરાયો હતો.ત્યારે હવે ફરી કેમ્પસમાં આવેલ હેલીપેડ પાસે નિર્માણ પામી રહેલા ‘ફાયરિંગ રેન્જ પોઈન્ટ’ પરથી ચોરો કટર મશીન, મોટરનો વાયર અને એક્સટેન્શન બોર્ડ જેવા સાધનો ચોરી કરી પલાયન થઈ ગયા છે. DY ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી દ્વારા આ અંગે પાટણ બી-ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અવારનવાર થતી ચોરીની ઘટનાઓ વચ્ચે હવે બાંધકામ સાઈટ પણ સુરક્ષિત નથી. જો GISF ગાર્ડ અને 30-30 સિક્યુરિટીની હાજરીમાં મશીનરી ચોરાઈ જતી હોય, તો આ સુરક્ષાકર્મીઓ શું કરે છે, કેમ્પસમાં લાખોના ખર્ચે મુકાયેલા CCTV કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. કેમ ત્યારે કેમ્પસમાં હોસ્ટેલો વિવિધ વિભાગોમાં લાખો રૂપિયાના મશીન અને વિવિધ કિંમતી સામગ્રીઓ પડી હોય તેની સુરક્ષા સામે પણ જોખમ સર્જાયું હોય સિક્યુરિટીની આ ગંભીર બેદરકારી સામે રજિસ્ટ્રાર કે કુલપતિ દ્રારા કડક પગલાં ભરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં તસ્કરોનો હાથફેરો : ફાયરિંગ પોઈન્ટ પરથી સાધનોની ચોરી થતાં સુરક્ષા સામે સવાલો

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
