ડીસા તાલુકાના તાલેગંજ ગામમાં આજે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. ખેતરમાં રક્ષણ માટે લગાવવામાં આવેલા ઝાટકા મશીનના જીવલેણ કરંટની ઝપેટમાં આવી જતાં બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર રબારી સમાજ અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ, તાલેગંજ ગામની સીમમાં આવેલા ખેતરમાં વન્ય પશુઓથી પાકના રક્ષણ માટે ઝાટકા મશીન લગાવવામાં આવ્યું હતું. આજે અચાનક એક ભાઈ આ મશીનના વાયરોમાં વહેતા વિદ્યુત પ્રવાહની અડફેટે આવી ગયો હતો. તેને તડપતો જોઈ નજીકમાં જ હાજર રહેલો બીજો સગો ભાઈ તેને બચાવવા માટે દોડી ગયો હતો. કમનસીબે, જીવના જોખમે ભાઈને છોડાવવા ગયેલા બીજા ભાઈને પણ જોરદાર કરંટ લાગ્યો હતો. જોતજોતામાં બંને ભાઈઓ કરંટની ચુંગાલમાં ફસાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ બંનેના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. એક જ પરિવારના બે આશાસ્પદ જુવાનજોધ દીકરાઓના મોતથી રબારી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.ખેતરોમાં સુરક્ષા માટે વપરાતા સાધનો ક્યારેક કેટલા જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના તાલેગંજમાં ઝાટકા મશીને બે સગા ભાઈઓનો ભોગ લીધો : રબારી પરિવારમાં માતમ છવાયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Disa#shocking#Investigation#Postmortem#machine kills#Taleganj#Rabari family#Two brothers#shock machine
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના શેરપુરા ગામે મંડપના ગોડાઉનમાં ભીષણ આગ: ૨૦ થી ૨૫ લાખનું નુકસાન
2 દિવસ પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ ખાતે દીપાવલી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં સોનાના દાગીના પેટે આપેલો રૂ. ૮.૯૫ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા
4 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસા હાઇવે ઉપર ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધમધમવા લાગ્યા
4 દિવસ પહેલા
