આજ રોજ રવિવારના પીઆઇ.કે.એચ. બિહોલા તેમજ પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા શિહોરી ચાર રસ્તા પર કાળી ફિલ્મ વાળી કાર અને નંબર પ્લેટ વગરની ગાડીઓને દંડ ફાટકરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ શિહોરી પોલીસ દ્વારા શિહોરી પાટણ ચાર રસ્તા પર શિહોરી પોલીસ સ્ટાફ સાથે રાખી ઝૂબ્બેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કાળી ફિલ્મ લગાવેલ ગાડી ઓના કાચ પર થી કાળી ફિલ્મ હટાવી ગાડી ને દંડ આપવામાં આવ્યા હતા તેમજ શિહોરી સહિતના વિસ્તાર મા મોટા પ્રમાણ મા નંબર પ્લેટ વગરની ગાડીઓ ફરી રહી છે તે પણ આજ રોજ નંબર પ્લેટ વિનાની ગાડી ઓને પણ દંડ ફાટકરવા મા આવ્યા હતા. જેમાં કાળી ફિલ્મ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ ને અંદાજિત રૂ.12000 જેટલો દંડ ફટકારવા માં આવ્યો હતો જેથી કાળી ફિલ્મ અને નંબર પ્લેટ વિના લટાર મારતા વાહન ચાલકો મા ફફડાટ વ્યાપ્યો હતો. ત્યાર બાદ શિહોરી હાઇવે ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વારંવાર થતી હોઈ વાહન ચાલકો પરેશાન થતા હોય છે જેના માટે પણ પીઆઇ એ રોડની સાઈડ માં દબાણ કરી મુકેલા લારી ગલ્લાના દબાણો દૂર કરવા જણાવેલ આને ચાર રસ્તા પર ના કેબીનો માં પણ પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવેલ હતી જેમાં પોલીસે કોઇ કેબીન ધારકો દારૂ જેવા કેફી પીણાં નો વેપાર કરે છે કે કેમ તે માટે ગલ્લા પણ તપસ્યા હતા જયારે સવાર થી મોડા સુધી ડ્રાઈવ ચાલી હતી આ કાર્યવાહી હાથ ધરવામાં આવતા અસામાજિક તત્વો માં ફફડાટ ફેલાયો હતો.
શિહીરી પોલીસે કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે દંડકીય કાર્યવાહી કરી

ટેગ્સ:#Traffic Violations#Banaskantha District Police#Police Surveillance#police crackdown#Road Safety Measures#Highway Traffic Issues#Vehicle Fines#Black Glass Ban#Number Plate Enforcement#Shihori Intersection#Lorry Gang Congestion#Traffic Control Drive#Shihori Town
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાહની ટ્રેપનો પર્દાફાશ: આધેડ કોન્ટ્રાક્ટરને ચંડીસર બોલાવી રૂ. 5 લાખ પડાવ્યા, બેની ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાછાપી વિસ્તારમાં કેબલ ચોરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં: મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર
1 દિવસ પહેલા
