રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

પશુધનની સુરક્ષા સામે ગંભીર સવાલો: ઢીમા-થરાદ રોડ પર અકસ્માતમાં નંદીનું કરુણ મોત

પશુધનની સુરક્ષા સામે ગંભીર સવાલો: ઢીમા-થરાદ રોડ પર અકસ્માતમાં નંદીનું કરુણ મોત

ઢીમા-થરાદ રોડ પર રખડતા પશુઓને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે તાજેતરમાં આ રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સ્કોર્પિયો ગાડી અને નંદી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ અકસ્માતમાં નંદીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે સ્કોર્પિયો કારના આગળના ભાગનો કૂચડો નીકળી ગયો હતો

​સ્થાનિકો અને રાહદારીઓમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા ૧૫ દિવસના સમયગાળામાં જ આ માર્ગ પર અંદાજે ૮ થી ૧૦ અબોલ પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે રોડ પર રખડતા પશુઓની વધતી જતી સંખ્યા અને માર્ગ સુરક્ષાના અભાવને કારણે વાહનચાલકો અને અબોલ જીવો બંને માટે ભારે જોખમ ઊભું થયું છે સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે આ રોડ પર રખડતા અબોલ પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને માર્ગ અકસ્માતો નિવારવા માટે ત્વરિત અને યોગ્ય પગલાં લેવામાં આવે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#vav

સંબંધિત સમાચાર