રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાંતલપુર થી પસાર થતાં ભારતમાલા હાઇવે ની ખખડધજ પરિસ્થિતિ ના કારણે સર્જાયો ગંભીર અકસ્માત

સાંતલપુર થી પસાર થતાં ભારતમાલા હાઇવે ની ખખડધજ પરિસ્થિતિ ના કારણે સર્જાયો ગંભીર અકસ્માત
બિસ્માર ભારતમાલા હાઇવે પરથી પસાર થતી ગાડીના ટાયર ફાટતા ગાડી સેફટી ડીવાઈડર સાથે અથડાઈ; સાંતલપુર થી પસાર થતાં ભારતમાલા હાઇવે ની ખખડધજ પરિસ્થિતિ ના કારણે દિન પ્રતિદિન અકસ્માતોની ધટનાઓ વધી રહી છે ત્યારે ગતરોજ બિસ્માર ભારતમાલા હાઇવે પરથી પસાર થતી ગાડીના ટાયર ફાટતા ગાડી સેફટી ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે ગાડીની એરબેગ ખુલી જતા કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સાંતલપુર થી પસાર થતાં ભારતમાલા હાઇવે ની કામગીરી સામે પહેલેથી જ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ચોમાસામાં આ માગૅ પર પડેલા મસમોટા ખાડાઓ ને કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સજૉઈ રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે માગૅ પર થી પસાર થતાં વાહન ચાલક ને માગૅ પરના ખાડા ના દેખતા અને ગાડી ખાડામાં પટકાતાં ગાડીનું ટાયરો ફાટી જતાં ગાડી સેફટી ડિવાઈડર સાથે અથડાતા ગાડી અંદરની એરબેગ ખુલી જતા આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા તમામનો આબાદ બચાવ થતાં લોકોએ હાશ કારો અનુભવ્યો હતો.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર