રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ટેટોડા હાઈવે પર સનસનાટી : અમદાવાદના વેપારીઓ લૂંટારુઓના નિશાને, ધોળે દિવસે થયેલી લૂંટથી જિલ્લા પોલીસ દોડતી થઈ

ટેટોડા હાઈવે પર સનસનાટી : અમદાવાદના વેપારીઓ લૂંટારુઓના નિશાને, ધોળે દિવસે થયેલી લૂંટથી જિલ્લા પોલીસ દોડતી થઈ

​"પોલીસ સ્ટેશન આવી જજો" કહી ૩ લૂંટારુઓ ૧૩ કિલો ચાંદીના દાગીના અને મોબાઈલ લઈ ફરાર

બનાસકાંઠા જિલ્લાના ડીસા-ધાનેરા હાઈવે પર ચુંટણી ટાણે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી 'મેક્સિમમ એન્ટરપ્રાઈઝીસ' નામની ચાંદીની હોલસેલ પેઢીના બે સેલ્સમેનો જિતેન્દ્રકુમાર ખરાડી અને મહેશભાઈ દેસાઈ પોતાની અલ્ટો કાર (નં.GJ-13-AB-7167) માં ચાંદીના દાગીનાનો મોટો જથ્થો ભરી ધાનેરાના વેપારીઓને ડિલિવરી આપવા જઈ રહ્યા હતા.

​બપોરે આશરે દોઢ વાગ્યાના સુમારે તેઓ ટેટોડા ગામ પાસે એક હોટલ પર જમીને જેવી પોતાની ગાડી આગળ વધારી, કે તરત જ પાછળથી પૂરઝડપે આવેલી ડાર્ક બ્લ્યુ કલરની ટાટા અલ્ટ્રોઝ (નં.GJ-27-CB-7786) ગાડીએ તેમને ઓવરટેક કરી રસ્તો રોકી લીધો હતો. ગાડીમાંથી ઉતરેલા ત્રણ અજાણ્યા શખ્સોએ હાથમાં લાકડીઓ સાથે સેલ્સમેનો પર હુમલો કરી આતંક મચાવ્યો હતો. લૂંટારુઓએ કારની પાછળની સીટ પર રાખેલા ચાંદીની વીંટી, ચેઈન, બ્રેસ્લેટ અને મંગળસૂત્ર ભરેલા ત્રણ થેલા (કુલ વજન ૧૩.૩૨૧ કિલો) જેની અંદાજિત કિંમત રૂ. ૨૯,૯૭,૬૮૮/- છે, તેની લૂંટ ચલાવી હતી. આ સાથે સેલ્સમેનોના ૩ મોબાઈલ ફોન પણ આંચકી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓ "ધાનેરા પોલીસ સ્ટેશન આવજો" તેમ કહી ફરાર થઈ ગયા હતા. ભોગ બનેલા સેલ્સમેનોએ તાત્કાલિક ૧૧૨ પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ દોડી આવી હતી. બનાવના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ એક્શનમાં, જિલ્લાભરમાં નાકાબંધી

 સનસનીખેજ લૂંટની​ ઘટનાની ગંભીરતાને જોતા ડીસા રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ જિલ્લામાંથી દોડી આવેલી પોલીસે આરોપીઓની અલ્ટ્રોઝ ગાડીના નંબર અને હાઈવે પરના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી તપાસ તેજ કરી છે. લૂંટારુઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી જિલ્લાભરમાં નાકાબંધીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર