રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગુજરાતભર ની સ્વનિર્ભર શાળાઓ 5 મી ઓગસ્ટના રોજ કરશે રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ

ગુજરાતભર ની સ્વનિર્ભર શાળાઓ 5 મી ઓગસ્ટના રોજ કરશે રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ
૧,૫૧,૦૦૦ કરતા વધુ વૃક્ષો ના વાવેતર અને જતન નો લેશે સંકલ્પ; સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં  તારીખ 5 ઑગસ્ટ 2025, મંગળવારે સમગ્ર ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓના માધ્યમથી રેકોર્ડબ્રેક વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક ચેતનાની જન્મભૂમિ સમા ગરવા ગુજરાતને હરિયાળું બનાવવાના એક માત્ર સંકલ્પ સાથે ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓ, છોડમાં રણછોડ એ દિવ્ય અને અનુપમ વિચારને વિસ્તારવા, માનવજાતની સુરક્ષા કવચ સમા, ધ્યાનસ્થ દેવતાઓ સમા વૃક્ષોનું વાવેતર કરી જીવતરને ઉજવવા જઈ રહ્યા છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓ દ્વારા એક જ સમયે, એક સાથે, એક લાખ એકાવન હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર