રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં કાળઝાળ ગરમી : તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત

ડીસામાં કાળઝાળ ગરમી : તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત

લગ્નસરાની મોસમ છતાં બપોરે માર્ગો સુમસામ; લોકોએ ગરમીથી બચવા છત્રીનો સહારો લીધો

સમગ્ર ગુજરાત સહિત ડીસા પંથકમાં અત્યારે સૂર્યદેવ આકરા પાણીએ હોય તેમ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં થયેલા અસહ્ય વધારાને કારણે ડીસાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી જતા શહેર જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે બપોરના ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો અને બજારો સુમસામ જોવા મળી રહ્યા છે. ગરમીની તીવ્રતા એટલી વધુ છે કે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સામાન્ય રીતે ધમધમતા વિસ્તાર ગણાતા બગીચા રોડ અને સ્ટેશન રોડ પર પણ ગરમીને કારણે લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

​હાલમાં લગ્નસરાની પૂરજોશમાં સીઝન ચાલી રહી છે, તેમ છતાં લોકો બપોરના સમયે પ્રસંગોમાં જવાનું કે ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા લોકો ગરમી અને લૂથી બચવા માટે વિવિધ નુસખાઓ અપનાવી રહ્યા છે.માર્ગો પર પસાર થતા રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો કાળઝાળ તડકાથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. મોઢે રૂમાલ બાંધીને અથવા આખું શરીર ઢંકાય તેવા સુતરાઉ કપડાં પહેરીને જ લોકો બહાર નીકળી રહ્યા છે.ગરમીથી રાહત મેળવવા માટે લોકો શેરડીનો રસ, છાશ અને ઠંડા પીણાના સ્ટોલ પર ભીડ જમાવી રહ્યા છે.

​હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ પણ ગરમીમાં વધારો થઈ શકે છે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ખાસ કરીને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં ન આવવા, વધુ પ્રમાણમાં પાણી પીવા અને હળવો ખોરાક લેવા અપીલ કરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર