રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

શાળા પ્રવેશોત્સવ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો : ધારાસભ્ય

શાળા પ્રવેશોત્સવ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો : ધારાસભ્ય
જાવલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી તેમને ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, બે દાયકા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩ થી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આજે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલો આ કાર્યક્રમ એક વટવૃક્ષ બની બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પથદર્શક બન્યો છે. આ જ કડીમાં,  આજે જાવલ પ્રાથમિક શાળા ખાતે ભવ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્યે ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગામના આગેવાનો, શાળાના આચાર્ય, શિક્ષકો, સીઆરસી,વિજ કંપનીના કાર્યપાલક ઇજનેર, શિક્ષણ લાયઝન અધિકારી, વાલીઓ અને ગામના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને બાળકોના શિક્ષણ પ્રત્યેના આ પ્રથમ પગલાંને વધાવી લીધું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર