રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ22 મે, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સરસ્વતી તાલુકા પંચાયત: ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ, સભ્યો અજ્ઞાત સ્થળે

સરસ્વતી તાલુકા પંચાયત: ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ, સભ્યો અજ્ઞાત સ્થળે

પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કુલ 24 બેઠકો ધરાવતી આ પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાસે 12-12 સભ્યો હોવાથી ટાઈની સ્થિતિ સર્જાઈ છે. સભ્યોની તોડફોડ અટકાવવા કોંગ્રેસે પોતાના વિજેતા સભ્યોને ખાનગી સ્થળે ખસેડ્યા છે. શનિવારે પાટણ જિલ્લાની તમામ 9 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી યોજાશે. સરસ્વતી તાલુકા પંચાયતમાં સત્તા કબજે કરવા માટે બંને પક્ષોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. 12-12 બેઠકોની સમાનતાને કારણે કોઈ પણ પક્ષ બહુમતી સાબિત કરવા માટે એક પણ સભ્ય આઘોપાછો ન થાય તેની વ્યૂહરચના ગોઠવી રહ્યો છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા પાટણ અને સરસ્વતી તાલુકાના પોતાના તમામ સભ્યોને અજ્ઞાત અને ખાનગી સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ તમામ સભ્યો શનિવારે ચૂંટણીના સમયે જ એક સાથે સીધા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચશે.પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે જણાવ્યું હતું કે, 9 તાલુકા પંચાયતના કોંગ્રેસના વિજેતા સભ્યોને હાલમાં કેમ્પ કરી અલગ અલગ સ્થળે રાખવામાં આવ્યા છે. તેઓ શનિવારે ચૂંટણી સમયે જે તે તાલુકા પંચાયતમાં હાજર થશે.જિલ્લાની અન્ય તાલુકા પંચાયતોની સ્થિતિ પર નજર કરીએ તો, પાટણ તાલુકા પંચાયતની 20 બેઠકો માંથી કોંગ્રેસ પાસે 13 અને ભાજપ પાસે 7 બેઠકો છે. 

જ્યારે સિદ્ધપુર તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી કોંગ્રેસ પાસે 14 અને ભાજપ પાસે 7 બેઠકોનું સંખ્યાબળ છે. આ બંને પંચાયતોમાં કોંગ્રેસનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે, પરંતુ સરસ્વતીમાં કાંટે કી ટક્કર જોવા મળશે.સરસ્વતી તાલુકા પંચાયત માં બહુમતી માટે 13 જરૂરી,એક સભ્ય તોડવા પ્રયાસ થશે, અથવા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાય છે તે ના પર સૌની નજર છે. આ બાબતે ભાજપ મહામંત્રી સંજય પટેલ જણાવ્યું હતું કે અમારા તમામ સભ્યો પાટણ માં છે અમે કોઈ કેમ્પ કર્યો નથી.ત્યારે સરસ્વતી તાલુકા પંચાયતનું ચિત્ર કોના તરફે સ્પષ્ટ થશે. તેની ઉપર લોકોની હાલમાં નજર બની છે

સંબંધિત સમાચાર