રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાંતલપુર: સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

સાંતલપુર: સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાનું બાઈક પર અપહરણ કરી બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે આરોપી રમેશ ઠાકોર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સાંતલપુર તાલુકાના એક ગામમાં 14 વર્ષ અને 2 માસની સગીરા દુકાનેથી દૂધ લઈને ઘરે પરત ફરી રહી હતી. તે સમયે આરોપી રમેશ ઠાકોરે તેને રસ્તામાં આંતરી, બળજબરીપૂર્વક મોટરસાયકલ પર અપહરણ કર્યું હતું.આરોપી રમેશ ઠાકોરે સગીરાને ઝંડાળા રોડ પર આવેલ ખેત તલાવડી પાસે બાવળોની ઝાડીમાં લઈ ગયો હતો.ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ, આરોપી તેને નજીકના ખેતરમાં ખેંચી ગયો અને ત્યાં બીજી વખત દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટના બાદ આરોપીએ સગીરાને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વારાહી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાતા, પોલીસે આરોપી રમેશ ઠાકોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 64(2)(એમ), 65(1), 137(2), 351(3) તથા પોક્સો એક્ટની કલમ 4(2), 5(એલ), 6 હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર