રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા26 જૂન, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની જમાવટથી પ્લાસ્ટિકની તાડપત્રીનું વેચાણ

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની જમાવટથી પ્લાસ્ટિકની તાડપત્રીનું વેચાણ
કાચા મકાનો તેમજ ઝુંપડામાં રહેતા ગરીબ પરિવારો માટે પ્લાસ્ટિક ની તાડપત્રી આશીર્વાદ રૂપ બનાસકાંઠા જિલ્લામાં અંતરીયાળ અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા સામાન્ય અને મધ્યમ પરીવાર ના લોકો ચોમાસા ની સીઝન માં વરસાદ નું પાણી પડતું અટકાવવા માટે  ઘરની છત ઉપર પ્લાસ્ટિકની તાડપત્રીઓ નાખતા હોય છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ પોતાના પશુપાલન અને ઘાસચારાને વરસાદી પાણીથી બચાવવા માટે પણ પ્લાસ્ટિકની તાડપત્રી નો ઉપયોગ કરતા હોય છે જેને લઇ બધા રોમાં તાડપત્રીઓનો મોટાપાયે વેચાણ થઈ રહ્યું છેઆજના મોંઘવારીના યુગ માં સામાન્ય અને મધ્યમ પરિવાર ને છત પર નળિયા હ તેમજ લોખંડના પતરાં મોંઘા પડતાં આ વર્ગ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા મજબૂર બન્યો છે. સામાન્ય રીતે માલેતુજાર લોકો પોતાની બાલ્કનીમાં વરસાદના છાંટા ન આવે તે માટે ચોમાસા પૂર્વે પડદા લટકાવી દેતા હોય છે. જ્યારે ગરીબ વર્ગને પોતાના ભાગ્યની જેમ પતરાં પણ કાણા હોઈ જેવું બહાર ચોમાસું જામે તેવું જ ઘરની અંદર પાણી જ પાણી થઈ જતું હોય છે. ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કેટલાક લોકો પતરા રિપેર કરતા હોય છે. અથવા જરૂરી પતરા બદલી કાઢતા હોય છે. પરંતુ સાવ ગરીબ અને મધ્યમ વર્ગ કે જેઓ પતરા રિપેર કરાવી શક્તા નથી કે પતરા બદલી શકતા નથી, તેઓ પોતાના છાપરા ઉપર પ્લાસ્ટિકની તાડપત્રીઓ, જેને પ્લાસ્ટિકની સાઈઝો કહેવામાં આવે છે તે છત ઉપર પ્લાસ્ટિક લગાવી ચોમાસા દરમિયાન રક્ષણ મેળવતા હોય છે. પહેલાના સમયમાં છાપરાઓ ઉપર નળિયા નાખવામાં આવતા હતા. જે ચોમાસા પૂર્વે ચારી દેવામાં આવતા, જરૂરી નળિયા બદલી નખાતા, જેનાથી ચોમાસા પૂર્વેની તૈયારી થઈ જતી  હતી. પરંતુ હવે નળિયા જ બજારમાં બંધ થઇ ગયા છે. ત્યારે લોખંડના તેમજ સિમેન્ટના પતરાં જ મળે છે. જે ગરીબ વર્ગને મોંઘા પડે છે. ત્યારે આવો વર્ગ પોતાની જર્જરિત થઈ ગયેલી છત ઉપર પ્લાસ્ટિક નાખી વરસાદથી રક્ષણ મેળવવાની કોશિશ કરે છે આ ઉપરાંત ખેડૂતો પણ વરસાદ ની સીઝન દરમિયાન પોતાના ખેતરમાં પડેલો ઘાસચારો પલડે નહીં તે માટે તાડપત્રી નો ઉપયોગ કરતા હોય છે આ ઉપરાંત પશુઓના તબેલા માટે પણ પ્લાસ્ટિક લગાવી વરસાદ સામે રક્ષણ મેળવતા હોય છે તેના કારણે ચોમાસાની સીઝનમાં દરમિયાન સૌથી વધુ પ્લાસ્ટિકનો વેચાણ થતું હોય છે.

સંબંધિત સમાચાર