રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠા એલ.સી.બી એ વિદેશી દારૂ ઝડપી પાડ્યો; ત્રણ આરોપીઓની અટકાયત

સાબરકાંઠા એલ.સી.બી એ વિદેશી દારૂ ઝડપી પાડ્યો; ત્રણ આરોપીઓની અટકાયત

સાબરકાંઠા એલસીબીએ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. ખેરોજના બુબડીયાના છાપરા ત્રણ રસ્તા નજીકથી પોલીસે નંબર વગરની એક જીપને અટકાવી હતી. જીપની તપાસ કરતા તેમાંથી 64 હજાર રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 288 બોટલ મળી આવી હતી. પોલીસે જીપમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં રાકેશ લક્ષ્મણભાઈ ખોખરીયા, કાળુ જોગનાભાઈ સોલંકી અને ગજેન્દ્ર મીરાભાઈ ગમારનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા છાવણી તાલુકાના રહેવાસી છે. પોલીસે આ કેસમાં કુલ 1.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં દારૂ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન અને એક જીપનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ સાત વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે. આ કેસમાં ઉપેન્દ્ર મીણા, કાંતિ ગમાર, લલીતભાઈ, જીતુભાઈ, સરદાર, દિનેશભાઈ અને ભરત ગમાર સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર