મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરોએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મામલતદાર કચેરીમાં એક સફળ ડીકોય ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ગાંભોઈના સર્કલ ઓફિસર જીતેન્દ્રકુમાર રમેશચંદ્ર પટેલને 30 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરોને માહિતી મળી હતી કે હિંમતનગર મામલતદાર કચેરીના અધિકારીઓ જમીનમાંથી ખનિજ કાઢવાની પરવાનગી માટેની અરજીઓમાં પોઝિટિવ અભિપ્રાય આપવા અને હેરાનગતિ ન કરવા માટે અરજદારો પાસેથી 30,000થી 50,000 રૂપિયા સુધીની લાંચની માગણી કરે છે. આ માહિતીના આધારે સવારથી એન્ટી કરપ્શન બ્યુરો ટીમે મામલતદાર કચેરીમાં વોચ ગોઠવી હતી. ડીકોય સાથે મળીને છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપી સર્કલ ઓફિસરે ડીકોય સાથે વાતચીત કરી 30,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. જ્યારે તેઓ લાંચ લઈ રહ્યા હતા ત્યારે મહેસાણા ACBએ તેમને સર્કલ ઓફિસમાંથી ઝડપી લીધા હતા. ત્યારબાદ આરોપી સર્કલ ઓફિસરને હિંમતનગર એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં રાત્રિ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે તપાસ ગાંધીનગર ACBને સોંપવામાં આવી છે. આજે લાંચિયા સર્કલ ઓફિસરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી જીતેન્દ્રકુમાર પટેલ હિંમતનગરના બહુમાળી ભવનમાં આવેલ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને ગાંભોઈના સર્કલ ઓફિસર તરીકે કાર્યરત છે.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સાબરકાંઠા; એન્ટી કરપ્શન બ્યુરોએ સર્કલ ઓફિસરને 30 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Himmatnagar#corruption#legal proceedings#Local Government#Corruption Issues#Circle Officer#public sector#Anti-Corruption Bureau Operation#Bribery Case in Sabarkantha#Mamlatdar Office Scandal#Caught Taking Bribe#Decoy Operation Success#Mehsana ACB Investigation#Against Corruption#Action Against Corrupt Practices
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
7 કલાક પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
5 દિવસ પહેલા
