મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણામાં આંખો આંજી દેતી LED-લાઈટો લગાવતા વાહનચાલકો સામે RTO ની લાલ આંખ

મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે પ્રાદેશિક પરિવહન કચેરી RTO દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વાહનોમાં નિયમ વિરુદ્ધ લગાડવામાં આવતી તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ LED લાઈટો સામે RTO ઇન્સ્પેક્ટરોએ તડાપીટ બોલાવી છે. છેલ્લા બે મહિના દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 3,08,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
228 કેસો નોંધાયા ને 3 લાખથી વધુનો દંડ
RTO ના આંકડા મુજબ જાન્યુઆરી માસમાં તપાસ દરમિયાન કુલ 132 કેસો નોંધાયા હતા.જેમાં વાહનચાલકો પાસેથી 2,12,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.જ્યારે ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાં 96 કેસો નોંધી 96,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કંપની ફિટેડ લાઈટોના બદલે વધુ તીવ્રતાવાળી LED લાઈટો હશે તો દંડાશો
વાહનચાલકો દ્વારા કંપની ફિટેડ લાઈટોના બદલે બહારથી વધુ તીવ્રતાવાળી LED લાઈટો લગાડવામાં આવે છે. જે રાત્રિના સમયે સામેથી આવતા અન્ય વાહનચાલકોની આંખોમાં આંજી દેતી હોય છે. આ પ્રકારની લાઈટો અકસ્માત માટે મુખ્ય કારણ બનતી હોવાથી RTO દ્વારા રૂટિન ચેકિંગ દરમિયાન આવી લાઈટો દૂર કરાવી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં દિવાળી પર્વે ફૂડ વિભાગની વિશેષ ઝુંબેશ:વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવાયા
1 દિવસ પહેલા
મહેસાણાઉનાવા માર્કેટયાર્ડ દિવાળીના તહેવારોને લઈને બંધ રહેશે
3 દિવસ પહેલા
મહેસાણાસિદ્ધપુરમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા વીજકર્મીના પરિવારને ₹૫ લાખનો વીમા ચેક અપાયો
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝા એપીએમસી ખાતે ભારત સરકાર તથા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી
1 અઠવાડિયા પહેલા
