બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બનાસકાંઠા જિલ્લામાં વાહનોમાં હેવી લાઇટ ન લગાવવા આરટીઓ દ્વારા અપીલ

હેવી લાઇટોના કારણે રાત્રી દરમિયાન સામેના વાહન ચાલકની આંખો અંજાઈ જવાથી અકસ્માત સર્જાવાની ભીતિ; બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વાહન ચાલકો કંપની દ્વારા આપેલી લાઈટોની જગ્યાએ હેવી વાઈટ લાઈટો લગાવતા હોય છે .જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાતી હોય છે. જેથી સરકાર દ્વારા કંપની મારફત ગાડીઓમાં લગાવેલી જ લાઈટોનો ઉપયોગ કરવો, જેથી અકસ્માતો નિવારી શકાય તેવી આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વાહન ચાલકોએ કંપની દ્વારા લગાવેલી લાઇટોને ગાડીઓમાંથી નીકાળી હેવી વાઈટ લાઈટો લગાવી ગાડીમાં શો ઉભો કરતા હોય છે. પરંતુ એ કોઈકના માટે મોતનું કારણ પણ બની શકે તેમ છે. જેના કારણે બનાસકાંઠા આરટીઓ અને પોલીસ દ્વારા આ બાબતે અવાર નવાર રાત્રી દરમિયાન ચેકિંગ કરી કંપની દ્વારા લગાવવામાં આવેલી તેમજ સરકાર દ્વારા નક્કી કરેલા નીતિ નિયમ મુજબ વોલ્ટેજ સિવાયની હેવી વાઈટ લાઈટો ગાડીમાં લગાવેલી હોય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. આ બાબતે આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરાઈ છે કે સરકાર દ્વારા જે વાહનમાં જે વોલ્ટેજની લાઈટો માટે એપ્રુવ આપવામાં આવી હોય તે જ વોલ્ટેજની લાઈટો લગાવવી જેના કારણે અકસ્માતોનું પ્રમાણ અટકાવી શકાય.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Law Enforcement#Vehicle Safety#Traffic Accidents#Road Safety Campaign#Public Safety Appeal#Driver Awareness#Government Guidelines#RTO Banaskantha#Heavy Lights Regulation#Night Driving Hazards#Vehicle Modifications#Vehicle Lighting Standards#Accident Prevention Measures
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
17 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
